NEET Paper Leak મુદ્દે સરકારના બાર સાંધે ત્યાં તેર તૂટે જેવા હાલ, રાજકોટમાં RE-NEET સામે વિદ્યાર્થીઓનો વિરોધ
NO Re-NEET Candidates Demand: કેન્દ્ર સરકાર દ્વારા NEET 2024 પરીક્ષામાં પેપર લીક અને ગ્રેસ માર્ક્સના વિરોધમાં તેને કેન્સલ કરવાની માંગ કરાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી અને કેટલીક પાર્ટીઓ પણ વિદ્યાર્થીઓના હીતમાં ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
NO Re-NEET Candidates Demand: કેન્દ્ર સરકાર દ્વારા NEET 2024 પરીક્ષામાં પેપર લીક અને ગ્રેસ માર્ક્સના વિરોધમાં તેને કેન્સલ કરવાની માંગ કરાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી અને કેટલીક પાર્ટીઓ પણ વિદ્યાર્થીઓના હીતમાં ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે NTA SCAM સરકાર માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. હવે પેપર ફરીથી લેવાની માંગણી પર સરકાર સમક્ષ માંગણી સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'અમે કોઈ ભૂલ નથી કરી અને ફરીથી પરીક્ષા આપવા માટે તૈયાર નથી.' સોશિયલ મીડિયા પર #NO_RE_NEET ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વચ્ચે હવે ગુજરાતમાં પણ RE-NEET નો વિરોધ શરૂ થયો છે. રાજકોટના રેસકોર્સ ખાતે NEETના વિદ્યાર્થીઓ અલગ અલગ બેનરો સાથે એકઠા થયા હતા.
જો ફરી પરીક્ષા લેવાશે તો અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરી શકે: વાલી
રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કહ્યું કે, સરકાર દ્વારા RE-NEET ન લેવામાં આવે. જો ફરીથી પરીક્ષા લેવાશે તો અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરી શકે છે. અમે મહેનત કરી છે તેનું શું હવે અમે પેપર આપીએ તો એટલા માર્ક્સ ન આવે. RE-NEETથી 24 લાખ બાળકો ડિપ્રેશનમાં જતા રહેશે.
ADVERTISEMENT
પેપર ફૂટયા જ નથી : વિદ્યાર્થી
રાજકોટના વિદ્યાર્થીઓએ કહ્યું, 'પેપર ફૂટયા જ નથી. ગુજરાતમાં 80 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ યુ.જી NEETની પરીક્ષા આપી છે. તો માત્ર દસ પંદર ટકા વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓ શું કામ પરીક્ષા આપે. જો સરકાર પરીક્ષા લેશે તો અમારું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે.'
\
ADVERTISEMENT
જેમને NEET શું છે તે ખબર નથી તેઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે: વાલી
નીટની વિદ્યાર્થીનીના પિતાએ કહ્યું કે, મારી દીકરી કાયદેસર ત્રણ વર્ષની મહેનત કરીને ગુણ મેળવેલા છે. કોઈ પ્રકારનું ચિટિંગ કરેલ નથી. પરીક્ષા આપી અને પરીણામ બહાર પાડ્યું. જોરદાર મહેનત હતી. પરંતુ નીટ વાળા અને રિ-નીટ વાળા જેઓ ભણેલા નથી અને નીટ શું કહેવાય તે ખબર નથી. તેઓ રિ-નીટની વાત કરી રહ્યા છે. પેપર લીક થયું નથી. લીક થાય અને સબુત મળે તો તમે તેને સજા કરો. હોશિયારને ન્યાય અપાય કે નબળાને ન્યાય અપાય? નબળાને ન્યાય આપ્યો છે. હોશિયારને ન્યાય મળવો જોઈએ. ગુનો કર્યો હોય તેમને સજા મળવી જોઈએ.
ADVERTISEMENT
RE-NEET થશે તો મોટો અગ્નિકાંડ થશે: વાલી
અન્ય એક વાલીએ કહ્યું કે, 720 ગુણ મેળવનાર જો બીજી વાર પરીક્ષા આપે તો 500 પર આવીને ઉભા રહે. 50 ટકા ભણેલું વાંચેલું ભૂલાય જાય. હવે બાળકો ક્યારેય રિ-નીટ ન આપી શકે. અગ્નિકાંડ કરતા હજાર ગણો અગ્નિકાંડ થશે. રિ-નીટની ખબર નથી તેઓ મેડિકલમાં જશે તો શું કરશે. મોટો અગ્નિકાંડ થશે. બાળકો અને વાલીઓ પણ અગ્નિકાંડ કરશે. રિ-નીટ નહીં. કોઈપણ સંજોગોમાં નહીં.
રિ-નીટથી 24 લાખ બાળકો ડિપ્રેશનમાં જતા રહેશે: વાલી
વાલીએ કહ્યું કે, મારા દીકરાને 687 માર્ક આવ્યા છે. તનતોડ મહેનત કરી છે તે પણ પ્રામાણિકતાથી. એટલે જ અમારું કાળજું કંપી જાય છે. તોય ઈમાનદારીનું ઈનામ શું મળે. કેમ્પેઈન મીડિયામાં ઉપડેલું છે. તેને ખબર શું પડે કે મેડિકલ... એડિમશન... અભ્યાસ... પરીક્ષા...શું હોય. પરીક્ષામાં ધાંધલી થઈ અટલે બધાને સજા શું કામ. ધાંધલી કરનારાની સંખ્યા ઓછી હોય. 24 લાખમાં 2 લાખ જ હોય. તો બધાયે ફરી પરીક્ષા ન જ આપવાની હોય. આ હોશિયાર પણાનું અપમાન છે. રિ-નીટ 24 લાખ બાળકો ડિપ્રેશનમાં જતા રહેશે. ખાવાના ખેલ નથી. નીટની પરીક્ષા એટલે તપસ્યાની વાત છે. સરકાર અને સુપ્રીમ કોર્ટ પાસે માંગ છે કે ફરીથી પરીક્ષા ન જ લેવાવી જોઈએ. પેપર ફૂટ્યા જ નથી. સિસ્ટમ પરનો ભરોસો તૂટશે.
પરીક્ષા ફરી ન લેવાવી જોઈએ: વિદ્યાર્થી
વિદ્યાર્થીએ કહ્યું કે, અમે 2 વર્ષ ખુબ મહેનત કરી. વહેલા ઉઠીને જે મહેનત કરી તે વેસ્ટ જાય. મહેનતથી માર્ક લઈ આવ્યા છીએ. નો રિ-નીટ ખૂબ મુશ્કેલી પડશે. બે મહિનાનો બ્રેક પડી ગયો. કંઈ યાદ ન રહે. અમે રિ-નીટ ન થાય તેવી સરકાર પાસ માંગ કરીએ છીએ.
ભૂલ બીજાએ કરી છે તો અમે સજા શું કામ ચૂકવીએ: વિદ્યાર્થીની
એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, અમે બધા સેલિબ્રેશન અટેન્ડ નથી કર્યા. આટલી મહેનત કરી છે. ફરી રિનીટ થાય તો ખુબ અઘરું પડે. 705 માર્ક આવ્યા છે. અમે શા માટે ફરી રિનીટ આપીએ. ભૂલ બીજાએ કરી છે તો અમે સજા શું કામ ચૂકવીએ.
(રાજકોટઃ રોનક મજીઠિયા)
ADVERTISEMENT