રાજકોટના વાલીઓ માટે નવો નિયમ, શાળામાં નાઈટડ્રેસ કે ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો ‘No Entry’
Rajkot News: રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. જે મુજબ બાળકોને સવારના સમયે શાળાએ મૂકવા જતા અથવા વાલી મીટિંગમાં જતા…
ADVERTISEMENT
Rajkot News: રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. જે મુજબ બાળકોને સવારના સમયે શાળાએ મૂકવા જતા અથવા વાલી મીટિંગમાં જતા સમયે નાઈટડ્રેસ, ચડ્ડા, કેપ્રી કે પછી ગાઉન પહેરીને આવવા પર શાળા કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળા સંચાલકોએ વાલીઓના ડ્રેસને લઈને નવો નિયમ બનાવ્યો છે.
વાલીઓ માટે શાળા સંચાલકોએ બનાવ્યો નિયમ
ગુજરાતમાં રાજકોટના શાળા સંચાલકો દ્વારા પહેલીવાર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા વાલીઓ સવારના સમયે બાળકોને મૂકવા આવે ત્યારે નાઈટ ડ્રેસ કે કેપ્રી જેવા કપડામાં હોય છે. ત્યારે આ નવા નિયમથી શાળામાં વાલીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ આપવામાં આવશે નહીં અને તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. શાળા સંચાલકોએ આ નિયમ બનાવ્યો છે અને શાળાને વિદ્યાનું ધામ, મંદિર હોવાનું કહીને ત્યાં આ પ્રકારના વસ્ત્રો પહેરીને ન આવી શકાય તેમ કહ્યું છે.
DEOએ શાળા સંચાલકોના નિર્ણય પર શું કહ્યું?
આ અંગે DEO બી.એસ કૈલાનું કહેવું છે કે રાજકોટ શાળા સંચાલક સ્વનિર્ભર મંડળ છે અને તેમના દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવાનો નિર્ણય મીટિંગમાં લેવાયો છે. આ નિર્ણય હજુ સુધી માર્ગદર્શિકા સ્વરૂપે જાહેર થયો નથી. શાળાની અંદર બાળકો અને શિક્ષકોએ શિસ્તનું પાલન કરવાનું હોય જ છે એટલે વાલીઓ જ્યારે તેમને મૂકવા આવે ત્યારે બાળકોના માનસિક અસર ના થાય અને સુરુચિ ભંગ થાય એવા કપડા પહેરીને ન આવે તો સારી બાબત છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: નિલેશ શીશાંગિયા)
ADVERTISEMENT
ADVERTISEMENT