'પરશોત્તમ રૂપાલાની જીત પાછળ...', ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાનું ચોંકાવનારું નિવેદન
ક્ષત્રિય સમાજના વિરોધ છતા પરશોત્તમ રૂપાલાએ મોટી લીડથી જીત મેળવી છે. ત્યારે હવે રૂપાલાની જીત પર પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા આવી છે.
ADVERTISEMENT
Padminiba Statement Rupala Won : રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર સમયે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદથી ક્ષત્રિય-રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં મોટાપાયે આંદોલનની શરૂઆત કરી હતી. આ દરમિયાન ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા ખુબ ચર્ચામાં રહ્યા હતા. ક્ષત્રિય સમાજના વિરોધ છતા પરશોત્તમ રૂપાલાએ મોટી લીડથી જીત મેળવી છે. ત્યારે હવે રૂપાલાની જીત પર પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા આવી છે.
'આંદોલન છતા રૂપાલા મોટી લીડથી જીત્યા'
પદ્મિનીબા વાળાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ પર આક્ષેપ લગાવ્યા છે. રૂપાલાની જીત થવા પાછળ પણ સંકલન સમિતિને જવાબદાર ગણાવી છે. પદ્મિનીબા વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'અમારું જે આંદોલન રૂપાલાના વિરોધમાં હતું તેમ છતા રૂપાલા મોટી લીડથી જીત્યા છે. ત્યારે સવાલ છે કે સંકલન સમિતિએ કર્યું શું? સંકલન સમિતિવાળા કેતાતા કે 5 થી 6 બેઠકો લઈ આવીશું. રૂપાલા સામે વિરોધ હતો તો કોંગ્રેસ ક્યાંથી આવી.'
ADVERTISEMENT
'રૂપાલાની જીત પાછળ સંકલન સમિતિ જવાબદાર'
પદ્મિનીબાએ વધુમાં કહ્યું કે, 'રૂપાલાની જીત પાછળ સમિતિના 2 થી 4 તત્વો જવાબદાર છે. લાગે છે કે ક્યાંકને ક્યાંક સંકલન સમિતિ રાજકારણ રમી ગઈ છે. તેનું પરિણામ ક્ષત્રિય સમાજ ભોગવી રહ્યો છે. મહાસંમેલન બાદ વાતાવરણ ચેન્જ થઈ ગયું. જે કરવાનું હતું તે થયું જ નહીં. અમે રોડ પર ઉતર્યા...અનશન કર્યું. તેમ છતા રૂપાલા જીત્યા તેના માટે સંકલન સમિતિ જવાબદાર છે.'
ADVERTISEMENT
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાએ રેકોર્ડ તોડ્યો
ADVERTISEMENT
લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને લઈને રાજકોટ બેઠક ( Rajkot Election Result ) ચર્ચામાં રહી હતી. આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા છે કારણ કે ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લગભગ 4 લાખની લીડથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા છે.
ADVERTISEMENT