Rajkot News: હરખે હરખે પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયેલી માતાનું પરત આવતી વખતે થયું આકસ્મિક મોત
ચાલુ બાઈકે વૃક્ષ માથા પર પડ્યું,ઘટના સ્થળે જ ગયો જીવ
ADVERTISEMENT
Rajkot Latest News: હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે અનેક ઘરોમાં પોતાના દીકરા - દીકરીઓ પરણી રહ્યાનો આનંદ છે.લગ્નના કેટલાક દિવસો પહેલાં ઘરના સભ્યો નીમંત્રણો આપવામાં અને લગ્નની તૈયારીમાં હરખથી લાગી ગયા હોય છે.પોતાના સંતાનો પરણી રહ્યાનો સૌથી વધુ હરખ માતા પિતાને હોય છે.ત્યારે ગોંડલમાં એક એવી કરૂણ ઘટના સામે આવી જેમાં પુત્રના લગ્નના થોડા દિવસો પહેલા જ માતાનું આકસ્મિક મોત થઈ ગયું અને માતા પિતાના પુત્રને વરરાજો બનતા ન જોઈ શકી.ત્યારે માતાનું નજર સામે જ મોત થતાં યુવક પડી ભાંગ્યો અને જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી તે ઘર આજે માતમમાં ફેરવાઇ ગયું છે.
ચાલુ બાઈકે વૃક્ષ માથા પર પડ્યું,ઘટના સ્થળે જ ગયો જીવ
ગોંડલ તાલુકાના વાછરા રોડ પર ઘટના બની જેમાં પુત્ર જસદણના વેરાવળ ગામેથી પોતાની માતાને બાઈક પર લઈને ગોંડલના વાછરા ગામે સગાવ્હાલાને ત્યાં કંકોત્રી આપવા ગયા હતા.વાછરા ગામેથી કંકોત્રી આપી ગોંડલ ખરીદી કરવા માટે જઇ રહ્યા હતા તે દરમિયાન ચાલુ બાઈક પર રસ્તાની બાજુપર રહેલું વૃક્ષ પડ્યું,વૃક્ષ સીધુ યુવકની માતા વિજયાબેનના માથાને ભાગે પડ્યું જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટના સ્થળે જ વધુ પડતું લોહી વહી જવાના કારણે મોત નિપજ્યું,જ્યારે જેના લગ્ન હતા તે યુવકને પણ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક પણે સારવાર માટે ખસેડાયો હતો.તો મૃતક માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે લગ્નવાળા ઘરમાં આ રીતે વરરાજાની માતાનું મોત થઈ જતાં પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
મેટોડામાં હિટ એન્ડ રનમાં બે ભાઈની એકની એક બહેનનું મોત
તો રાજકોટમાં મેટોડામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી હતી.જેમાં માત્ર 19 વર્ષની યુવતીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.મૂળ ધારી પંથકની ક્રિષ્ના ભારથી નામની યુવતી ફોરેસ્ટની પરીક્ષામાં સુપર વિઝન કરવા માટે જઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ નાસી છુટ્યો હતો.ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી ક્રિષ્નાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાના થોડા સમયમાં જ મોત નિપજ્યું હતું.ક્રિષ્ના મૂળ ધારી પંથકની રહેવાસી હતી અને હાલ તેના માસીના ઘરે રહેતી હતી.આ ઉપરાંત ક્રિષ્ના પોતાના બે ભાઈઓની એકની એક બહેન પણ હતી.એકની એક પુત્રી અને બહેનના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.ત્યારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
(બાઈલાઈન: રોનક મજેઠીયા,રાજકોટ)
ADVERTISEMENT