હવે દૂધની પણ ચોરી! મંડળીનો મંત્રી કેનમાંથી દૂધ કાઢીને પાણી નાખતો, ગ્રામજનોએ રંગે હાથ પકડી લીધો
નિલેશ શિશાંગીયા/રાજકોટ: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દુધમંડળીના એક મંત્રી દ્વારા ચોખ્ખું દૂધ કાઢી પાણી મિક્ષ કરવાનું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ મંડળીમાં દૂધમાં કરાતા આ કથિત…
ADVERTISEMENT
નિલેશ શિશાંગીયા/રાજકોટ: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દુધમંડળીના એક મંત્રી દ્વારા ચોખ્ખું દૂધ કાઢી પાણી મિક્ષ કરવાનું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ મંડળીમાં દૂધમાં કરાતા આ કથિત ભ્રષ્ટાચારનો વિડીયો આવ્યો સામે છે. જેમાં મંડળીનું દૂધ રાજકોટ ડેરીમાં પહોંચે એ પહેલાં જ તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો અને કેનમાંથી દૂધ કાઢીને પાણી મિક્ષ કરી દેવામાં આવતું હતું. સ્થાનિક ગ્રામિણોએ સમગ્ર કૌભાંડ પકડીને રાજકોટ ડેરીના ચેરમેનને આ અંગે જાણ કરી હતી.
મંડળીના મંત્રી રંગેહાથ દૂધ ચોરતા પકડાયા
વિગતો મુજબ, રાજકોટમાં બેડી, હાડાના અને વાચકપર ગામના પશુપાલકો મંડળીમાં દૂધ ભરતા હતા. અહીંથી આ દૂધ મંડળી મારફતે રાજકોટ ડેરીમાં જતું હતું. જોકે પશુપાલકો દૂધ આપી જાય તે પછી મંડળીના મંત્રી કેનમાંથી દૂધ કાઢીને તેમા પાણી મિક્સ કરી દેતા હતા. જોકે ગ્રામજનો દ્વારા આ ચોરી પકડી લેવામાં આવી હતી અને તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો અને રાજકોટ ડેરીના ચેરમેનને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
રોજ 400 લીટર દૂધ ડેરીમાં જતું
આ મંડળીમાંથી રોજનું 400 લીટર દૂધ રાજકોટ ડેરીમાં જતું હતું, ત્યારે દૂધમાં ચોરીની શંકા જતા ગ્રામજનો દ્વારા રેડ પાડવામાં આવી હતી. તપાસમાં ચોકવાનરી વિગત આવી સામે, દૂધ ટ્રાન્સપોર્ટ દરમિયાન કેનમાંથી ચોરી કરવામાં આવતી હતી. જેમાં મંડળીનો મંત્રી સુનીલ ગઢિયા અને ડ્રાઈવર જગદીશ ચાવડા દ્વારા કેનમાંથી ડોલમાં દૂધ કાઢી લેતા હતા. આરોપીઓ દ્વારા અઠવાડિયામાં જ આ રીતે દૂધ કાઢીને 10થી 20 હજારનું કૌભાંડ આચરવામાં આવતું હતું, ત્યારે ગ્રામજનો દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારે ગ્રામજનોના સ્ટીંગ ઓપરેશન બાદ રાજકોટ ડેરી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ તાલુકાની વિજયનગર મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી બંધ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT