Rajkot News: જુગારધામ પર દરોડા પાડવા ગયેલી પોલીસને મહિલા-પુરુષોએ ઘેરીને કર્યો હુમલો, 10ની અટકાયત
Rajkot News: જન્માષ્ટમી પહેલા રાજ્યમાં શ્રાવણીયો જુગાર રમવાના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે…
ADVERTISEMENT
Rajkot News: જન્માષ્ટમી પહેલા રાજ્યમાં શ્રાવણીયો જુગાર રમવાના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલા પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. મહિલા અને પુરુષોએ ‘અમાર જ વિસ્તારમાં કેમ રેડ પાડો છો’ કહીને હુમલો કરી દીધો હતો.
બાતમીના આધારે પોલીસ રેડ પાડવા ગઈ હતી
વિગતો મુજૂબ, રાજકોટમાં થોરાળા વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી એવામાં 20થી 25 સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અને ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને 10 જેટલા લોકોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસ પર હુમલો કરવામાં શામેલ અન્ય મહિલાઓ તથા શખ્સો ફરાર થઈ જતા તેમને પકડવા માટે રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં પણ તાજેતરમાં ન્યૂયોર્ક ટાવરમાં ધમધમતું જુગારધામ પકડાયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT