રાજકોટના ઈન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પર જય વસાવડાને થયો કડવો અનુભવ, વીડિયો બનાવી શું ફરિયાદ કરી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હકીકતમાં પેસેન્જરો માટે સુવિધાના નામે મીડું છે. ડિઝાનથી લઈને સુવિધા સુધી એરપોર્ટ પર ખામીઓની વાત જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ કરી છે અને વીડિયો વાઈરલ કર્યો છે.

જય વસાવડાને હીરાસર એરપોર્ટ પર કડવો અનુભવ

જય વસાવડાન રાજકોટના હીરાસર એરપોર્ટ પર કડવો અનુભવ થય હતો, જેનો વીડિયો બનાવીને તેમણે વાઈરલ કર્યો હતો. વીડિયોમાં તે કહી રહ્યા છે, આજે હું નવા બનેલા રાજકોટના એરપોર્ટ પર છું, કહેવાય છે કે રાજકોટનું એરપોર્ટ રાજકોટથી 31 કિમી દૂર હિરાસર ગામમાં આવેલું છે. મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે અદભૂત પ્રોજેક્ટ કરતા. જેની ડિઝાઈનથી લઈને તમામ બાબતો પરફેક્ટ હતી, તેઓ જેવા તેવા પ્રોજેક્ટ કરે જ નહીં. પરંતુ આ એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય કે કંઈ અરેન્જમેન્ટ કર્યું હોય તેમ લાગે છે. આ તો જાણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ હોય તેમ બોક્ષ ગોઠવી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

તેમણે આગળ કહ્યું, અહીં માત્ર બે શોપ છે, બાકી બધા સફેદ રંગના ચોગટા છે. ટોઈલેટમાં પાણી આવતું નથી. જેને લઈને સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખવામાં આવી છે. એરપોર્ટ શરૂ થઈ ગયું પછી ધામધૂમપૂર્વક નગારા વગાડીને શરૂ કર્યા પછી પણ પાણી જેવી સુવિધા નથી. 31 કિમી દૂર આટલી બેઝિક ડિઝાઈન? કોઈપણ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગામથી આટલા દૂર નથી. તમે અમદાવાદ, વડોદરા વગેરે જોઈ લો.

    follow whatsapp

    ADVERTISEMENT