Rajkot: ટીમ ઈન્ડિયાને પીરસાશે ખાસ કાઠિયાવાડી ફૂડ, જાણો શહેરની કઈ હોટલમાં કરશે રોકાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજકોટમાં આગામી 15થી 19 ફેબ્રુઆરી સુધી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

point

ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ આવતીકાલથી 10 દિવસ માટે રાજકોટમાં રોકાશે.

point

રાજકોટની સયાજી હોટલ દ્વારા ટીમ માટે ખાસ કાઠિયાવાડી મેનુ તૈયાર કરવામાં આવ્યું.

Rajkot IND vs ENG Test Match: ભારતીય ટીમ આગામી 15મી ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવાની છે. આ માટે આવતીકાલે 11 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી જશે અને આગામી 10 દિવસ સુધી રાજકોટમાં જ રોકાવાની છે. ટીમ માટે રાજકોટની સયાજી હોટલમાં રોકાણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓને ખાસ ગુજરાતી વ્યંજનો પીરસવામાં આવશે.

ભારતીય ક્રિકેટર્સ માટે ખાસ કાઠિયાવાડી મેનુ

રાજકોટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ખાસ કાઠિયાવાડી ભોજન તૈયાર કરવામાં આવશે. ક્રિકેટર્સને ગાંઠિયા, જલેબી અને કાઠિયાવાડી ભોજપ પીરસવામાં આવશે. જેમાં વઘારેલો રોટલો, દહીં તિખારી, ખમણ, કઢી-ખીચડી સહિતનું કાઠિયાવાડી ભોજન ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ માટે તૈયાર કરાશે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવે ત્યારે તેઓ કાઠિયાવાડી ફૂડ ખૂબ પસંદ કરે છે.

રોહિતને હોટલમાં અપાયે પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ખાસ સૌરાષ્ટ્રની હેરિટેજ થીમ વાળો પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમ અપાયો છે. તો કે.એલ રાહુલ પણ આ જ પ્રકારના સૌરાષ્ટ્રની હેરિટેજ થીમ વાળા રૂમમાં સ્ટે કરશે. રોહિત શર્મા, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, શુભમન ગિલ, જસ્પ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન સહિત ક્રિકેટર્સ રાજકોટ આવી રહ્યા છે.

ADVERTISEMENT

કાઠિયાવાડી ભોજનની તસવીર

10 દિવસ રાજકોટમાં રોકાશે ટીમ

વર્ષો બાદ 10 દિવસના લાંબા સમય માટે ભારતીય ક્રિકેટરો રાજકોટમાં રોકાશે. ત્યારે હોટલ દ્વારા પારંપારિક ગરબા સાથે ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ વિરાટ કોહલી આ ટેસ્ટમાં નહીં રમવાનો હોવાથી રાજકોટમાં ક્રિકેટ ચાહકોમાં થોડી નિરાશા છે.
 

(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT