'નાના અધિકારીઓ પકડાયા, મોટી માછલીઓ પર કાર્યવાહી ક્યારે ?', રાજકોટ અગ્નિકાંડ મામલે HCની ફટકાર
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જે દુર્ઘટનામાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાને લઈને આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
Rajkot Game Zone Fire Tragedy : રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જે દુર્ઘટનામાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરાઈ હતી.
રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. SIT ઉપરાંત ખાતાકીય તપાસના આદેશો અપાયા છે કે, આ ગેમ ઝોનની શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે ચાલ્યું? શહેરી વિકાસ વિભાગને ખાતાકીય તપાસના આદેશો અપાયા છે. ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે 15 દિવસમાં ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. નગરપાલિકાના અધિકારીઓની શું ભૂમિકા હતી અને કયા અધિકારીઓએ તેમની જવાબદારી નિભાવી નથી તે જણાવવું પડશે.
મહાનગરપાલિકાનું તંત્ર બરાબર કામ કરતું નથી : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, 'અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. SIT ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. મોરબી, હરિણી તળાવ અને રાજકોટ દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર બરાબર કામ કરતું નથી. આ મહાનગરપાલિકાઓ કેવી રીતે કામ કરી રહી છે? તેમણે બરાબર કામ કર્યું હોત તો આ અકસ્માતો ન બન્યા હોત.'
ADVERTISEMENT
મહાનગરપાલિકાઓની ખાતાકીય તપાસ કરો : હાઈકોર્ટ
સુનાવણી દરમિયા હાઈકોર્ટે કહ્યું હતું કે, 'સરકારના શહેરી વિકાસ વિભાગે આ તમામ મહાનગરપાલિકાઓની ખાતાકીય તપાસ કરો, શું મહાનગરપાલિકાઓએ યોગ્ય રીતે કામ કર્યું? તમામ જવાબદારોના નામ ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટમાં હોવા જોઈએ.'
મોટી માછલીઓ પર કાર્યવાહી ક્યારે ? : હાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે, 'જ્યારથી ગેમ ઝોન શરૂ થયો ત્યારથી ત્યાં ગયેલા તમામ અધિકારીઓને તમામ ખબર હતી, તો તેઓ શું કરી રહ્યા હતા? સરકારે જે પણ પગલા લીધા છે તેમાં નાના અધિકારીઓ પકડાયા છે અથવા તો સસ્પેન્ડ કર્યા છે, જે મોટી માછલીઓ છે તેના પર કાર્યવાહી ક્યારે થશે?' તેમણે એટલું જ કહ્યું કે, 'જો તમે કોઈને એક ઓરડો ગેરકાયદેસર રીતે બાંધવા દો છો તો તે બીજા 10 ઓરડાઓ ગેરકાયદેસર રીતે બાંધી દેશે, તેથી તે તમામની જવાબદારી નક્કી કરવી જરૂરી છે.'
ADVERTISEMENT
વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે : એડવોકેટ
એડવોકેટ પંચાલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, 'હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહીં. મૃતકોના પરિવારને વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે.'
ADVERTISEMENT
સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ
25મી મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં અનેક બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT