રાજકોટમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરને પોલીસે પકડીને બેસાડી દીધો, અલ્ટીમેટમ આપીને છોડી દીધો

ADVERTISEMENT

ઈંગ્લેન્ડની ટીમની ફાઈલ તસવીર
Rajkot Test
social share
google news

Rajkot Test IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે અબુધાબીથી ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના (Team India) હાથે બીજી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ (Team England) પ્રેક્ટિસ માટે અબુધાબી ગઈ હતી. ત્રીજી ટેસ્ટ શરૂ થવાનો સમય હોવાથી સ્ટોક્સ એન્ડ કંપનીએ ભારતમાં પ્રેક્ટિસ કરવાને બદલે અબુ ધાબી જઈને પરસેવો પાડવો વધુ સારું માન્યું. જો કે, હવે ટીમ રાજકોટ (Rajkot) પરત ફરી છે, જ્યાં 15 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાશે. જો કે, ભારત પરત ફર્યા બાદ ફરીથી ઈંગ્લેન્ડના એક ખેલાડી સાથે સમસ્યા ઉભી થઈ છે. તેને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો.

ઈંગ્લિશ ખેલાડીને પોલીસે કયા કારણે રોક્યો?

રાજકોટના એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે ઈંગ્લેન્ડના ખેલાડીને અટકાવવામાં આવ્યો હતો તે પાકિસ્તાની મૂળનો રેહાન અહેમદ હતો. ઈંગ્લેન્ડના આ સ્પિનરને એરપોર્ટ પર રોકવાનું કારણ પણ વિઝા હતું. વાસ્તવમાં રેહાન અહેમદ પાસે સિંગલ એન્ટ્રી વિઝા હતા, જેના કારણે તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો. લાંબા સંઘર્ષ બાદ રેહાન અહેમદને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે ટીમ હોટલ જવાની પરવાનગી મળી. પરંતુ, આ મામલો હજુ સુધી ઉકેલાયો નથી.

રેહાન અહેમદને 24 કલાકનું અલ્ટીમેટમ

અહેવાલો અનુસાર, રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ પરથી ટીમ સાથે હોટલમાં જવાની પરવાનગી મળી છે. પરંતુ, 24 કલાકની સમયમર્યાદા સાથે. તેને તેના કાગળો ઠીક કરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના લેગ સ્પિનર ​​રેહાન અહેમદે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા આ કામ કરવું પડશે.

ADVERTISEMENT

રેહાન હાલ ઈંગ્લેન્ડની ટીમ સાથે રહેશે

BCCIના એક અધિકારીને ટાંકીને હિન્દુસ્તાન ટાઈમ્સે લખ્યું છે કે, ઈંગ્લેન્ડની ટીમને રેહાનના વિઝા ફરીથી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ આ કામ બે દિવસમાં કરવાનું છે. ત્યાં સુધી લેગ સ્પિનરને ટીમના બાકીના ખેલાડીઓ સાથે ભારતમાં રહેવાની છૂટ છે. તે મંગળવારે યોજાનારી પ્રેક્ટિસમાં પણ ટીમનો ભાગ હશે.

વિઝા સંબંધિત ઈંગ્લેન્ડની ટીમનો આ બીજો કેસ છે

ભારત પ્રવાસ દરમિયાન વિઝા સંબંધિત ઈંગ્લેન્ડ ટીમનો આ બીજો કેસ છે. આ પહેલા શોએબ બશીર સાથે પણ આવું જ કંઈક થયું હતું. અધૂરા વિઝા દસ્તાવેજોને કારણે બશીર પણ પોતાની ટીમ સાથે ભારત આવ્યો ન હતો અને એક સપ્તાહ મોડો ભારત પહોંચ્યો હતો. આ જ કારણ હતું કે તેનું ટેસ્ટ ડેબ્યૂ હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં નહીં, પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં થયું હતું. અને હવે રેહાન અહેમદ પણ વિઝા મુદ્દે મુશ્કેલીમાં છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT