Rajkot Rain: રાજકોટ પાણી-પાણી, ચાર ઇંચ વરસાદ; રાજ્યમાં પણ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ

ADVERTISEMENT

Rajkot Rain
Rajkot Rain
social share
google news

Rajkot Rain: રાજકોટમાં આજ સવારથી જ વરસાદે જમાવટ કરી છે. લગભગ અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે,  રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વરસાદી વિઘ્નના કારણે લોકોની મજા બગડી છે.  રાજકોટના રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, પોપટપરા સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. 

અમદાવાદમાં મેઘરાજાની પધરામણી

તો બીજી તરફ અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી જોવા મળી છે. શહેરના એસ.જી. હાઇવે, શિવરંજની, પંચવટી, આંબાવાડી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદની સ્થિતી જોવા મળી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 4 કલાકના ગાળામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નરોડામાં નોંધાયો છે, આ પછી ચાંદખેડા કોતરપુર અને મેમ્કોમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આ તરફ ઓઢવ, મણિનગર, સાયન્સ સિટી, ગોતા જેવા વિસ્તારોમાં 1 ઈંચથી થોડો ઓછો વરસાદ નોંધાયો છે. 

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, નર્મદા જિલ્લાના રાજપીપળામાં 2 કલાકમાં 1.5થી 2 ઈંચ વરસાદ પડતાં રાજપીપલા શહેર પાણી-પાણી થઈ ગયું છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્ર દ્વારા વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    VIDEO: એક જ ટી-20 મેચમાં 3 સુપર ઓવર રમાઈ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

    VIDEO: એક જ ટી-20 મેચમાં 3 સુપર ઓવર રમાઈ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

    RECOMMENDED
    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    RECOMMENDED
    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    MOST READ
    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    RECOMMENDED
    VIDEO : સાળંગપુર હનુમાનજીને અમેરિકા, લંડન, દુબઈ જેવા 7 દેશોથી મોકલેલી 5500 કિલો ચોકલેટનો શણગાર

    VIDEO : સાળંગપુર હનુમાનજીને અમેરિકા, લંડન, દુબઈ જેવા 7 દેશોથી મોકલેલી 5500 કિલો ચોકલેટનો શણગાર

    RECOMMENDED
    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    RECOMMENDED
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ
    એક્ટ્રેસ જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ? વીડિયો વાયરલ થતા જ ઉઠ્યા સવાલ

    એક્ટ્રેસ જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ? વીડિયો વાયરલ થતા જ ઉઠ્યા સવાલ

    RECOMMENDED
    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    RECOMMENDED
    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    RECOMMENDED