મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજનેતા કિરીટ સોમૈયાનો આપત્તિજનક વીડિયો વાયરલ, વિપક્ષી નેતાએ ઉઠાવ્યા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: મહારાષ્ટ્રના બીજેપી નેતા કિરીટ સોમૈયાની એક કથિત રીતે અશ્લીલ સીડી વાયરલ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોને એક ખાનગી મરાઠી ચેનલે બ્લર કર્યા બાદ પ્રકાશિત કર્યો છે. આના પર ચેનલે દાવો કર્યો છે કે આ વીડિયો તેમની પાસે છે, જેમાં કિરીટ સોમૈયા વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યા છે.

જોકે ‘ગુજરાત તક’ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. બીજી તરફ સોમૈયાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવતા વીડિયોની તપાસની માંગ કરી છે. પરંતુ સાથે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અહીં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અંબાદાસ દાનવે પણ આ મામલો વિધાન પરિષદમાં ઉઠાવવાની વાત કરી રહ્યા છે.

વીડિયો અંગે તપાસની કરી માંગ
આ વીડિયો વાયરલ થવાનો હતો અને તેની જાણ થતાં જ કિરીટ સોમૈયાએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો. જેમાં તેણે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. આ સાથે તેમણે આ ફૂટેજની યોગ્ય કાયદાકીય તપાસની માંગણી કરી છે. બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા કિરીટ સોમૈયાએ આ વીડિયો અંગે કહ્યું છે કે, તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ઈરાદાથી આવું કરવામાં આવી રહ્યું છે. હું આ મામલામાં સંપૂર્ણપણે નિર્દોષ છું અને મેં ઘણા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જેના કારણે હવે મારા દુશ્મનો મારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જો કે ભાજપ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ADVERTISEMENT

વિપક્ષોએ ઉઠાવ્યા સવાલો
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે તેઓ મંગળવારે વિધાન પરિષદમાં કિરીટ સોમૈયા સંબંધિત સેક્સ સ્કેન્ડલને ઉઠાવશે.
કોંગ્રેસના યશોમતી ઠાકુરે કહ્યું કે ભાજપ હંમેશા નૈતિકતાની વાત કરે છે. હવે તેણે કિરીટ સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
શરદ પવાર જૂથના NCP નેતા વિદ્યા ચવ્હાણે કહ્યું હતું કે જ્યારે કિરીટ સોમૈયા પોતે અશ્લીલ કૃત્યો કરે છે, ત્યારે તેમને અન્યને બદનામ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

    follow whatsapp

    ADVERTISEMENT