અગ્નિકાંડ : રાજકોડના 'ભ્રષ્ટ' ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ, અપ્રમાણસર મિલકત મામલે થઈ કાર્યવાહી
રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની ધરપકડ કરાઈ છે.
ADVERTISEMENT
TRP Game Zone fire Case : રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની ધરપકડ કરાઈ છે. તેમની સામે ACBમાં અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ હતી. ACBએ 2012 થઈ 2014 સુધીની બેન્ક ડિટેઈલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકઠા કર્યા છે. જેના આધારે ભીખા ઠેબા પાસેથી 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. જે તેમની આવક કરતા 67.57 ટકા જેટલી વધારે રકમની સંપત્તિ છે. જેને લઈને તેમના વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત ધરાવવા મામલે કાર્યવાહી કરાઈ રહી છે.
ભીખા ઠેબાની ACBએ કરી ધરપકડ
રાજકોટના TRP અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા ACBને પણ તપાસ સોંપી છે. આ કેસમાં ACB દ્વારા ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં તપાસ કરાઈ હતી. જે તપાસના અંતે આજે રાજકોટ ACB દ્વારા રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધ્યા બાદ તેની ધરપકડ કરાઈ છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો - VIDEO : દાતરડું હાથમાં લઈને રાજકોટમાં મહિલાએ કરી ધમાલ, પોતાનું જ એક્ટિવા સળગાવ્યું
રાજ્યસભાના સાંસદ પાસેથી લાંચ લેવાનો પણ આરોપ
ADVERTISEMENT
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ફાયર ઓફિસરે તેમની પાસેથી 70 હજારની લાંચ લીધી હતી. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સાંસદ બન્યા બાદ ઠેબાએ તેમને 70 હજાર રૂપિયા પરત કરી દીધા હતા.
ADVERTISEMENT
12 વર્ષ સુધીની આવકની થઈ તપાસ
દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓની વિગતો, વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી અને તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ ACBના નાણાંકીય સલાહકાર દ્વારા કરાયું હતું. ત્યારબાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયું છે.
ACBએ જાહેર કર્યો ટોલ ફ્રી નંબર અને વ્હોટ્સએપ નંબર
આ ઉપરોક્ત કેસ અંગે અને અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર,બેંક એકાઉન્ટ વગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવી છે, તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ ACB કચેરીના ટોલ ફ્રી નં.1064 તેમજ વ્હોટસએપ નં.9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.
ADVERTISEMENT