ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, ડ્રાઈવર સહિત 3 લોકોના મોત

ADVERTISEMENT

Rajkot Accident
એમ્બ્યુલન્સ અને મૃતકોની તસવીર
social share
google news

Ambulance Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને મોટા બહેન મળીને કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જોકે મહિલા દર્દીનો બચાવ થયો હતો. એમ્બ્યુલન્સમાં ચોટીલાના દર્દીને તકલીફ વધી જતા રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ટ્રક સાથે તેની ટક્કર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: 14 નવા ચહેરા, 12 સાંસદો રિપીટ, ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો 'ફાઇનલ'

દર્દીને રાજકોટ લઈ જતા રસ્તામાં અકસ્માત

વિગતો મુજબ, ધુળેટીના રાત્રે ચોટીલાના રાજપરા ગામમાં રહેતા કાજલબેન મકવાણાને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. તેમની સાથે 18 વર્ષની દીકરી પાયલ મકવાણા અને દીકરો પણ હતા. સાથે રાજકોટથી તેમના બહેન અને બનેવીને પણ ચોટીલા બોલાવાયા હતા. જોકે તેમને પડખામાં દુઃખાવો થતા રાજકોટ ખસેડવા માટે ડોક્ટરે જણાવ્યું હતું. આથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કાજલબેનને લઈને રાજકોટ જવા નીકળ્યા હતા.

આ પણ વાંચો: IPL 2024 Schedule: IPLનું બાકીનું શેડ્યૂલ જાહેર, ચેન્નઈમાં આ દિવસે રમાશે ફાઈનલ, જુઓ આખો કાર્યક્રમ

એમ્બ્યુલન્સના ડ્ર્રાઈવરનું પણ અકસ્માતમાં મોત

એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે તેમની પુત્રી, મોટાબેન દીકરો તથા બનેવી પણ હતા. જોકે ચોટીલાથી રાજકોટ તરફ જતા આપાગીરાના ઓટલા નજીક એમ્બ્યુલન્સની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં એકબાજુનો ભાગનો બુકડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાલવવામાં આવ્યા હતા. જોકે ગીતાબેન નામના ઈજાગ્રસ્તને તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને પાયલ મકવાણા તથા એમ્બ્યુલન્સ ડ્રાઈવરને 108 મારફતે રાજકોટ ખસેડાયા હતા. જોકે રાજકોટ પહોંચતા પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. 

ADVERTISEMENT

(ઈનપુટ: રોનક મજિઠીયા, રાજકોટ)
 

    follow whatsapp

    ADVERTISEMENT