ગુજરાત BJPમાં ફરી આંતરિક વિખવાદ, કેબિનેટ મંત્રી સામે BJP નેતાના ગંભીર આક્ષેપ, છેક PM-CM સુધી કરી ફરિયાદ
Rajkot News: રાજકોટના જસદણમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. ભાજપના જ નેતાએ ભાજપના કેબિનેટ મંત્રી પર ગંભીર આરોપ…
ADVERTISEMENT
Rajkot News: રાજકોટના જસદણમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. ભાજપના જ નેતાએ ભાજપના કેબિનેટ મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. જે બાદ જસદણ ભાજપમાં આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે. હકીકતમાં આ પહેલા મંત્રી કુંવરજી બાવળિયાએ ભાજપ નેતા સામે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બિલ સમયસર ભરતા નથી. અને જો અધિકારીઓ ઉઘરાણી કરવા જાય તો તેમને ધમકાવે છે.
ભાજપ નેતાએ કેબિનેટ મંત્રી સામે મોરચો ખોલ્યો
આ બાદ વિંછીયાના તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર લગાવ્યો છે કે, કુંવરજી પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તાઓને સાઈડલાઈન કરી રહ્યા છે. કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને હેરાન કરીને માનસિક ટોર્ચર કરી રહ્યા છે. જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના નવા અને જૂના કાર્યકર્તાઓને પાર્ટીના કાર્યક્રમોમાંથી અને પોતાનાથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
PM-CM સુધી મંત્રીની ફરિયાદ કરી
ભુપત કેરાળીયાએ વધુમાં ઉમેર્યું, ગુજરાતની ભાજપ સરકારે કુંવરજી બાવળિયા પર વિશ્વાસ કરીને મોદી જવાબદારી સોંપી છે. તે જસદણ કે વિંછીયા પૂરતી નથી. તેમને જસદણ વિંછીયાના ભાજપના જૂના કાર્યકરોને ધમકાવવા માટે જવાબદારી સોંપવામાં આવી નથી. કુંવરજી બાવળિયા વિરુદ્ધ વડાપ્રધાન અને મુખ્યંત્રી તથા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હોવાથી તેમણે મારી વિરુદ્ધ ખોટી અરજી કરીને હેરાન-પરેશાન કરીને દબાવવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું, હું ભાજપનો નીડર સૈનિક છું, આવી ખોટી અરજીઓથી ડરવાનો નથી. જસદણ અને વિંછીયામાં થયેલા ભ્રષ્ટાચારની દર મહિને ગાંધીનગરમાં પ્રેસ મીડિયા સાથે રાખી કુંવરજી બાવળિયાની કામગીરીના લેખા જોખા જાહેર કરીશ.
ADVERTISEMENT
ADVERTISEMENT