Lok Sabha Election: કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah ગુજરાતની આ બેઠકથી લોકસભા ચૂંટણી લડશે? પાટીલે ફોડ્યું પેપર
Lok Sabha Election 2024 News: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા આજે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર કાર્યાલયોનું ઉદ્ઘાટન…
ADVERTISEMENT
Lok Sabha Election 2024 News: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા આજે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે આ માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી, પરંતુ ગાંધીનગરની લોકસભા સીટ પરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ચૂંટણી લડે તે લગભગ નક્કી છે. લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર પાટીલે કરેલી વાતથી આ બાબત સ્પષ્ટ થાય છે.
અમિત શાહના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન
હકીકતમાં આજે મંગળવારે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હતો. જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ એવું બોલી ગયા કે, અમિત શાહના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘટના. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, અમિતભાઈ આગામી લોકસભા ચૂંટણી ગાંધીનગરથી જ લડશે.
2019માં 5 લાખથી વધુ મતથી જીત્યું હતું ભાજપ
2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ચૂંટણી લડતા અમિત શાહે 5.57 લાખ વોટથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપને આ બેઠક પરથી 8,94,624 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડો. સી.જે ચાવડાને માત્ર 3.37 લાખ વોટ મળ્યા હતા. ગાંધીનગરની બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. ત્યારે આ વખતે પણ ભાજપ ગાંધીનગરની આ બેઠક પર ફેવરિટ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT