અમદવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા 1 યુવકનું મોત
અમદાવાદ: શહેરના મકરબા વિસ્તારમાં વહેલી સવારે કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમા એક યુવકનું મોત થયું છે. ઘટના બાદ ફાયર વિભાગની…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના મકરબા વિસ્તારમાં વહેલી સવારે કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમા એક યુવકનું મોત થયું છે. ઘટના બાદ ફાયર વિભાગની ટીમે કાટમાળ ખસેડીને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ, શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક યુવક કાટમાળની નીચે દટાઈ જતા ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયરની ટીમ દ્વારા દટાયેલા યુવકને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ભારે પ્રયાસો છતા પણ દટાયેલા યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું મોત થઈ ગયું હતું. યુવકનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢીને બાદમાં પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ યુવક રાજસ્થાનનો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT