અમદાવાદમાં પતિ અને સાસુના ત્રાસથી પ્રેગ્નેટ મહિલા છઠ્ઠા માળેથી કૂદી, માતા અને ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનારી યુવતીએ 9 મહિનામાં જ આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. આરોપ છે કે સાસરીયા અને પતિના ત્રાસના કારણે સગર્ભા મહિલાએ છઠ્ઠા માળેથી પડતું મુકીને આપઘાત કરી લીધો. ઘટનામાં મહિલાની સાથે પેટમાં રહેલા બાળકનું પણ મોત થયું હતું. ઘટના અંગે નિકોલ પોલીસે બે મહિના બાદ સાસરીયા સામે દુષ્પ્રેરણા સહિતની કલમ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

યુવતીએ 9 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા
વિગતો મુજબ, નોબલનગરમાં રહેતા લીલાબેનના પતિનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેઓ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી ભારતીએ 9 મહિના પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા અને નિકોલમાં પતિ સાથે રહેતી હતી. તેનો પતિ લોડિંગ રીક્ષા ડ્રાઈવરનું કામ કરે છે અને સાસુ ઘરકામ કરે છે. 28મી એપ્રિલ 2023ના રોજ લીલાબેનને જમાઈએ ફોન કર્યો અને જણાવ્યું કે, તેમની દીકરી ભારતી છઠ્ઠા માળેથી પડી જતા ઈજાઓ પહોંચી છે એટલે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે.

ગર્ભમાં રહેલા 6 માસના બાળકનું પણ મોત
જ્યારે લીલાબેન ત્યાં પહોંચ્યા તો દીકરી અને પેટમાં રહેલું બાળક બંને મૃત હતા. ભારતીએ અગાઉ ઘણીવાર માતાને ફોન પર અને ઘરે આવીને સાસુ તથા પતિ હેરાન કરતા હોવાની ફરિયાદ કરી હતી. સાથે મોટી બહેનને પણ સાસરીમાં માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી. ત્યારે દીકરીના મોત બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ અને સાસુના ત્રાસના કારણે છઠ્ઠામાળેથી કૂદીને આપઘાત કરી લીધો. જેમાં તેના ગર્ભમાં રહેલા 6 મહિનાના બાળકનું પણ મોત થયું હતું. પોલીસે ફરિયાદના આધારે પતિ ધવલ ચૌહાણ અને સાસુ જ્યોતિબેન સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT