રીસામણે ગયેલી પત્ની સરપ્રાઈઝ આપવા સાસરી આવી, ઘરમાં જોતા પતિ-પરસ્ત્રી રંગરેલીયા મનાવતા ઝડપાયા
Ahmedabad News: અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 28 વર્ષની મહિલા પતિની મારઝૂડ અને ત્રાસથી રીસાઈને પિયર જતી રહી હતી. બાદમાં…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 28 વર્ષની મહિલા પતિની મારઝૂડ અને ત્રાસથી રીસાઈને પિયર જતી રહી હતી. બાદમાં મહિલા અચાનક પતિને સરપ્રાઈઝ આપવા માટે સાસરીમાં પાછી આવી. જોકે ઘરે જઈને જોતા પતિ પરસ્ત્રી સાથે રંગરેયલીયા મનાવતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ અંગે પત્નીએ પૂછતા પતિએ ઝઘડો કરીને મારામારી કરી હતી. જે બાદ આખરે મહિલાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદની મહિલાના 2020માં લગ્ન થયા હતા
વિગતો મુજબ, શહેરના ત્રાગડ રોડ પર 28 વર્ષની યુવતીના આણંદના તારાપુરના 2020માં લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ વ્યસન કરીને ઝઘડા કરતો અને માર મારતો. આથી મહિલા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. એક દિવસ તે પતિને સરપ્રાઈઝ આપવા માટે સાસરીમાં ગઈ હતી, જોકે ત્યાં પતિ અન્ય મહિલા સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો.
મહિલાએ પતિ-સાસરીયા સામે કરી ફરિયાદ
જ્યારે પત્નીએ યુવતી વિશે પતિને સવાલ કર્યો તો તેણે ઝઘડો કરીને પત્નીને જ માર માર્યો. આ બાદ આખરે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ તથા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT