રોડ પર પૂરપાટ ઝડપે કાર હંકારતો તથ્ય પટેલ ઈ-મેમોથી બચવા આ ટ્રિક અજમાવતો, ટ્રાફિક પોલીસે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પટેલ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. તાજેતરમાં જ તથ્ય પટેલ કેસમાં તપાસ કરતા પોલીસે જણાવ્યું હતું કે તથ્ય પૂરપાટ ઝડપે કાર હંકારવાનો શોખીન હતો અને ઘણીવાર તે ઓવરસ્પીડથી વાહન હંકારતો. પોલીસ મુજબ તથ્યએ ટ્રાફિકના 30 જેટલા નિયમો તોડ્યા છે અને ઈસ્કોન અકસ્માત પહેલા પણ વધુ બે વખત અકસ્માત કર્યા હતા. જોકે તેમ છતાં પણ તેને એકપણ ઈ-મેમો આપવામાં આવ્યો નહોતો. આ પાછળ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, તેની જગુઆર કારમાં HSRP નંબર પ્લેટ ન હોવા સાથે કારની નંબર પ્લેટ પર આખી સીરિઝ પણ લખેલી નહોતી.

RTO અધિકારી મુજબ, ગુજરાતમાં 5 લાખ જેટલા વાહનો HSRP નંબર પ્લેટ વિના રોડ પર ફરી રહ્યા છે. તથ્ય પટેલે 30થી વધુ વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા છતા ઈ-મેમો કેમ નહોતા મળતા તેના વિશે અધિકારીએ કહ્યું કે, કારની નંબર પ્લેટ પર GJ01WK0093 નંબર દર્શાવવાને બદલે GJ1WK93 હતો. આથી જો કાર ઓવરસ્પીડમાં પકડાય તો પણ નંબર પ્લેટ અધૂરી હોવાના કારણે સિસ્ટમના ડેટા સાથે તે મેચ ન થવાથી ટ્રાફિક પોલીસ ઈ-મેમો આપી શકતી નથી. એવામાં હવે ટ્રાફિક પોલીસ પણ કારમાં HSRP નંબર પ્લેટ ન હોવાની વધુ એક ફરિયાદ નોંધી શકે છે.

પોલીસનું કહેવું છે કે, શહેરભરમાં ઘણા ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ચાલકો ઈ-મેમોથી બચવા માટે નંબર પ્લેટ પર છેડછાડ કરતા હોય છે. ક્યારેક નંબર પ્લેટમાંથી ઈરાદાપૂર્વક કોઈ એક અંકને આછો કરી નાખે છે, ક્યારેક નંબર પ્લેટ વાળી દે છે, જેથી આખો નંબર દેખાતો નથી, તો ક્યારે નંબર પ્લેટ પર કપડું કે ધૂળ લાગેલી રાખે છે જેથી નંબર વાંચી શકાતો નથી અને પોલીસ ઈ-મેમો આપી શકતી નથી. તો કેટલાક લોકો ફેન્સી નંબર પ્લેટ લગાવી દેતા હોય છે.

ADVERTISEMENT

શું ખુલાસા થયા રિપોર્ટમાં
જેગુઆર કંપનીના ટેકનીશિયન અને એન્જિનિયર્સ પાસેથી ગુજરાત પોલીસે તથ્યની કાર Jaguar f-pace અંગે વિગતો મગાવી હતી. જેમાં સામે આવ્યું છે કે તથ્યએ 138ની સ્પીડે 9 લોકોને ઉડાવી દીધા પછી કાર 108ની સ્પીડે ઓટો લોક થઈ ગઈ હતી. મતલબકે અડધી જ સેકંટમાં તથ્યએ 20 લોકોને ફંગોળી નાખ્યા હતા. તથ્યએ બ્રેક મારી જ ન્હોતી અને કાર ઓટો લોક થઈ હતી. આમ તથ્ય આટલા લોકોને ફંગોળ્યા પછી શક્ય છે કે ભાગવા માગતો હોય પણ છતા કાર લોક થઈ જતા કાર ત્યાં જ ઓટો લોકિંગ સિસ્ટમના કારણે ત્યાં જ ઊભી રહી ગઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT