Gujarat Rain: ઓગસ્ટ તો કોરો ગયો, હવે સપ્ટેમ્બરમાં આશા, અંબાલાલ પટેલે વરસાદ અંગે શું આગાહી કરી?
Gujarat Rain News: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે ખૂબ રાહ જોવડાવ્યા બાદ પણ હજુ સુધી સારો વરસાદ થયો નથી. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે…
ADVERTISEMENT
Gujarat Rain News: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે ખૂબ રાહ જોવડાવ્યા બાદ પણ હજુ સુધી સારો વરસાદ થયો નથી. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં હવે સારા વરસાદની આશા ખેડૂતો રાખી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ એ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા દેખાતી નથી અને માત્ર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. બાદમાં ગરમીનો મારો શરૂ જઈ જશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ માટેની આગાહી કરી છે.
સપ્ટેમ્બરમાં વરસાદ પડશે કે નહીં?
અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાડ પડવાની સંભાવના છે. આ બાદ 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઊભું થવાની શક્યતા છે. જોકે આ બાદ સપ્ટેમ્બર મહિનામાં ગરમીનો પારો વધી શકે છે.
હવામાન વિભાગનું શું કહેવું છે?
તો હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સિવાય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે નર્મદા, ડાંગ, નવસારી, સુરત, તાપી તથા દમણમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. આ બાદ વરસાદની શક્યતા ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ઉત્તર ગુજરાત પણ સૂકું રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT