સુરેન્દ્રનગરના ચુડામાં 2 કલાકમાં 3 ઈંચ, સુરતમાં પણ 3 ઈંચ વરસાદ, હજુ ક્યાં સુધી છે માવઠાની આગાહી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rainfall Forecast: રાજ્યમાં રવિવારે સવારથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એકબાજુ ઠંડી વચ્ચે માવઠાથી ખેડૂતો ચિંતામાં છે, તો હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે પણ રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.

કયાં કેટલો વરસાદ પડ્યો?

રવિવારે રાજ્યના 229 તાલુકાઓમાં સાંજે 6 વાગ્યા સુધી વરકાદ પડ્યો હતો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચુડામાં સાંજે 4થી 6 વાગ્યા સુધી બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરત શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં સવા બે ઈંચ, રાધનપુરમાં સવા બે ઈંચ, સાંતલપુર, અંકલેશ્વર, ઉમરપાડા, અમરેલીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વીજળી પડવાની ઘટનામાં 14નાં મોત

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડવાની જુદી જુદી ઘટનાઓમાં સાંજ સુધીમાં 14 લોકોના મોત થયા છે, જચ્યારે 44 જેટલા પશુઓ મોત થઈ ગયા છે. તો અનેક જિલ્લાઓમાં કરા પડવાની ઘટના પણ સામે આવી છે. વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થતા જગતનો તાત વ્યાપક નુકસાનને પગલે મુશ્કેલીમાં મૂકાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT