અમદાવાદમાં ‘વાઘ બકરી’ ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રખડતા શ્વાનના આતંકના કારણે મોત!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં રખડતા શ્વાનના ત્રાસના કારણે બિઝનેસમેને જીવ ગુમાવવો પડ્યો છે. જાણીતી બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે 22મી ઓક્ટોબરે હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ નિધન થઈ ગયું. પરાગ દેસાઈ મોર્નિંગ પર ગયા હતા ત્યારે પડી જતા તેમને માથાના ભાગે વાગ્યું હતું. હોસ્પિટલમાં સારવાર બાદ બ્રેઈન હેમરેજથી તેમનું મોત થઈ ગયું. આજે સોમવારે સવારે તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

મોર્નિંગ વોક પર શ્વાન પાછળ પડતા માથામાં ઈજા

વિગતો મુજબ, ગત 15 ઓક્ટોબરે વાઘ બકરી ચાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પરાગ દેસાઈ ઈસ્કોન-આંબલી રોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. દરમિયાન રખડતા શ્વાન તેમની પાછળ પડ્યા હતા. તેમનાથી બચવા માટે ભાગતા સમયે પરાગ દેસાઈ પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાદ તેમને ઝાયડસમાં સર્જરી માટે શિફ્ટ કરાયા હતા. જોકે વેન્ટીલેટર પર 22મી ઓક્ટોબરે સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.

વાઘ બકરી ચા જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા

પરાગ દેસાઈએ અમેરિકાના ન્યૂયોર્કમાં લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું અને પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા અને બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઉપરાંત, દેસાઈ ચાના ટેસ્ટર અને મૂલ્યાંકનકાર પણ હતા. તેઓ 1995માં બિઝનેસમાં જોડાયા હતા. તે સમયે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું. હાલમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે અને તે 24 રાજ્યોમાં વિસ્તરેલું છે. જ્યારે 60 જેટલા દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT