અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું, બનાસકાંઠાના ભાભરમાં કરા પડ્યા

ADVERTISEMENT

અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં વરસાદ
social share
google news

Ahmedabad Rainfall: ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ બપોર બાદ એકાએક માવઠું થયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. રાજ્યમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ભાભરમાં કરા પડ્યા હતા.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં બોપલ, આંબલી, શેલા, સેટેલાઈટ, ગોતા, વૈષ્ણોદેવી, પંચવટી, આંબાવાડી, સી.જી રોડ, યુનિવર્સિટી, સાયન્સ સિટી, અડાલજ, જોધપુર વિસ્તારમાં બપોર બાદ અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદના કારણે વાહન ચાલકો ભીંજાયા હતા, તો રસ્તાઓ પણ પાણી-પાણી થઈ ગયા હતા.

કચ્છના અંજારમાં 1.5 ઈંચ વરસાદ

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સવારના 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં કચ્છના અંજારમાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ, ભાભરમાં 1 ઈંચ, ડીસામાં પોણા ઈંચ, દ્વારકામાં અડધો ઈંચ, બેચરાજીમાં 12 એમ.એમ સુધી વરસાદ નોંધાયો હતો. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT