અમદાવાદમાં બે પોલીસકર્મીઓએ દારૂના નશામાં મહિલાઓની છેડતી કરી, પોલીસમાં નોંધાઈ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં દારૂબંધીનું કડક પાલન કરાવવાની જવાબદારી જેના પર છે તે પોલીસકર્મીઓ પોતે જ દારૂના નશામાં સરેઆમ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. મેઘાણીનગરમાં બે પોલીસકર્મીઓ પર દારૂના નશામાં મહિલાની છેડતીનો આરોપ લાગ્યો છે. બંને પોલીસકર્મીઓની ઓળખ અક્ષય ડોડિયા અને રોહિત પરમાર તરીકે થઈ છે. ત્યારે જોવાનું રહેશે કે દારૂબંધીના નિયમનું ઉલ્લંઘન કરનારા પોલીસકર્મીઓ સામે ખુદ પોલીસ કડક કાર્યવાહી કરે છે કે કેમ.

દારૂ પીને મહિલાઓની છેડતી કરી

વિગતો મુજબ, શાહીબાગ હેડ ક્વોર્ટર ખાતે LRD જવાન તરીકે ફરજ બજાવતા બે પોલીસકર્મીઓએ દારૂના નશામાં મહિલાઓની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. વિગતો મુજબ, શહેરના મેઘાણીનગરમાં આવેલા પાર્વતીનગર સોસાયટીમાં બંને પોલીસકર્મીઓ ભાડે રહેતા હતા. તેમની હરકત બાદ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે નોંધી ફરિયાદ

તો પોલીસકર્મીઓની પૂછપરછ જ્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી, ત્યારે પણ લોકોના ટોળે ટોળા જામી ગયા હતા. એકબાજુ પોલીસ દ્વારા દારૂબંધીનું કડક પાલન કરાવતા દારૂ પીધેલા લોકોને પકડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખુદ પોલીસના જ કર્મચારીઓ આ રીતે દારૂના નશામાં ભાન ભૂલીને મહિલાઓની છેડતી કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT