Breaking News: Ahmedabad Police કમિશનરની તવાઈ, સાગમટે 1,472 કોન્સ્ટેબલોની બદલી કરી નાંખી

ADVERTISEMENT

Ahmedabad Police Transfer Order
Ahmedabad Police કમિશનરની તવાઈ
social share
google news

Ahmedabad Police Transfer Order: લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. શહેરમાં એક ઝાટકે 1472 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગે એવા પોલીસ કર્મીઓની બદલી થઇ છે જે 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હોય. 

સાગમટે પોલીસ કર્મચારીઓની બદલી કરી દઈ તવાઈ બોલાવી

ગાંધીનગરના દરોડા બાદ ગઈકાલે જ એક પરિપત્ર કરી પોલીસ કમિશ્નરે અધિકારીઓને પોતાના વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને કાબૂમાં લેવા માટે આદેશ કર્યો હતો. ગાંધીનગરથી એસએમસીના દરોડાના ગણતરીના કલાકોમાં જ પોલીસ કમિશ્નરે સાગમટે પોલીસ કર્મચારીઓની બદલી કરી દઈ તવાઈ બોલાવી છે. 

ADVERTISEMENT

સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થવાનું રહેશે

શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ છે. ઉપરાંત એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT