Ahmedabad News: પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ એક ઝાટકે રદ કરી નાખી અમદાવાદની આ 4 સ્કૂલોની માન્યતા, જાણો કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ એક સાથે અમદાવાદની 4 સ્કૂલોની માન્યતાઓ રદ્દ કરી નાખી છે. વિવિધ ગેરરીતિઓ અને અસુવિધાઓના કારણે અમદાવાદની 4 સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે. આ તમામ શાળાઓ અમદાવાદ ડિવિઝનની છે.

સ્કૂલો વિરુદ્ધ થઈ હતી ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના હાટકેશ્વર અને ગેતરપુરની સ્કૂલો વિરુદ્ધ DEO કચેરી ખાતે ફરિયાદ થઈ હતી. જે બાદ અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને શહેરની 4 સ્કૂલોની તપાસનો આદેશ અપાયો હતો. આ 4 સ્કૂલોની તપાસ કર્યા બાદ ફાઈનલ રિપોર્ટ DEO કચેરી ખાતે મોકલાયો હતો.

તપાસ રિપોર્ટ બાદ સ્કૂલોની માન્યતા રદ

ડીઈઓ કચેરીના તપાસ રિપોર્ટ બાદ 4 સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે. જેમાં હટકેશ્વરની 2 અને ગેતરપુરની 2 સ્કૂલોનો સમાવેશ થાય છે. હાટકેશ્વરની 2 સ્કૂલને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટ બાદ નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિક નૂતનવ હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી છે. સાથે શ્રદ્ધા ઈન્ટરનેશનલ સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવી છે.

ADVERTISEMENT

આ કારણે રદ કરાઈ માન્યતા

આ ઉપરાંત ભગવતી ગુજરાતી બાલમંદિર તથા પ્રાથમિક સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવી છે. સ્કૂલોની માન્યતા રદ કરવા પાછળ અસુવિધાઓ અને વિવિધ ગેરરીતિ કારણભૂત છે.

    follow whatsapp

    ADVERTISEMENT