ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલને કોર્ટે આપી આવી રાહત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં 9 વ્યક્તિના જીવ ગયા છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી હતી. જોકે કારની સ્પીડ કેટલી હતી તેને સ્ફોટક ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો છે. જ્યાં તથ્ય કારની સ્પીડ 120 હોવાનું કહેતો હતો. જ્યાં લોકો 160 હોવાનું કહેતા હતા ત્યાં આ બંને આંકડા થોડા ખોટા પડ્યા છે. રિપોર્ટમાં કાંઈક અલગ જ સામે આવ્યું છે જે તથ્ય અને તેના વકીલ માટે પણ લોહી થીજાવી નાખનારું છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. દરમિયાનમાં બંનેની ધરપકડ કરીને પોલીસે તથ્યના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. તથ્યના રિમાન્ડ પુરા થયા પણ પોલીસે ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. દરમિયાનન ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્યએ કેટલીક માગ કરી હતી. જેમાં ટિફિનથી લઈને ભણતર સહિતની માગણીઓ હતી.

ખંભાતના ફાયર ઓફિસરે NOC આપવાના 45,000 માગ્યા, 5000નું ડિસ્કાઉન્ટ પણ આપ્યું પછી…

તથ્યએ કઈ કઈ માગણીઓ કરી હતી.

આ મામલામાં કોર્ટે તથ્યને કેટલીક રાહતો આપી છે. જેલ મેન્યુઅલ પ્રમાણે પ્રાપ્ત થતી બાબતો પર કોર્ટે રાહત આપી છે. તથ્ય પટેલે હાલમાં અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેણે જેલમાં ભોજન ભાવતું નથી તેથી તેને બહારથી ટિફિન વ્યવસ્થા મળી શકે તે માટે અરજી કરી હતી. તેણે એવી પણ માગ કરી છે કે ટિફિન આપવા આવનાર સાથે મુલાકાત થાય અને તે માટે પરવાનગી માગી હતી. તથ્યએ કોર્ટે કહ્યું હતું કે, તેને જેલનું જમવાનું ભાવતુ નથી તેથી તેને બહારથી ટિફિન મેળવી શકાય તે માટેની પરવાનગી જોઈએ છે. ઉલ્લેખનીય છે કે પોતાના વ્હાલાઓને આ અકસ્માતમાં ગુમાવનારા પરિવારોના ગળેથી હજુ પણ નિરાતે કોળીયા નથી ઉતરતા, હજુ આ પરિવારોને પોતાના વ્હાલાઓની હયાતીના ભણકારા વાગે છે, હજુ આ પરિવારોને પોતાના જુવાન જોધ સ્વજનના ગુમાવ્યા પછી આવનારા ભાવીની ચિંતાઓ થઈ રહી છે ત્યાં તથ્યને જેલના બે કોળિયા કાઠા પડી રહ્યા છે, ત્યાં તથ્યને ભણતરને લઈ પોતાના ભાવિની ચિંતા થઈ રહી છે. તથ્યએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ માગણી કરી છે કે તેનો અભ્યાસ પુરો કરવાનો હોવાથી બુક જેલમાં લાવવા દેવાય. તેણે આ અરજીમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. સાથે જ બાઈક ચાલકે ઉતારેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજીસની માગ કરી હતી. તેણે કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે પરિવારના સભ્યોને જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરવાનગી છે. આ પરવાનગીને વધારવામાં મતલબ કે અઠવાડિયામાં મુલાકાત માટે આવવાના વારામાં વધારો કરવાની તેણે માગ કરી હતી.

તથ્યની કઈ માગનો કર્યો સ્વિકાર

કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી છે. હવે તથ્યને ઘરનું ભોજન મળશે. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT