નબીરા તથ્ય પટેલનું વધુ એક કારનામું સામે આવ્યું, 31મી ડિસેમ્બરે પણ જગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલને પૂછપરછ બાદ હાલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત બાદથી તથ્ય પટેલના કારનામા પર એકબાદ એક ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે હવે આરોપી તથ્ય પટેલે 31મી ડિસેમ્બર 2022ના રોજ પણ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

31મી ડિસેમ્બરે પણ તથ્યએ કારનો અકસ્માત કર્યો હતો
નબીરા તથ્ય પટેલે 31મી ડિસેમ્બર 2022ના રોજ મોડી રાત્રે જગુઆર કાર લઈને જતા અકસ્માત સર્જ્યો હતો. તથ્યએ શીલજ રોડ પર જગુઆર કારને થાંભલા પર ચડાવી દીધી હતી. આ અકસ્માત સમયે તથ્યના મિત્રો પણ તેની સાથે હતા. પોલીસે તપાસ કરતા આ વિગતો સામે આવી છે. જગુઆર કંપનીમાં નો-ક્લેઇમ ઈન્શ્યોરન્સની તપાસમાં આ વિગત સામે આવી છે. તે સમયે કાર ઓવરસ્પીડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

સિંધુભવન રોડ પર પણ અકસ્માત કર્યો
નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા સિંધુભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે આ મામલે તથ્ય પટેલે કેફે માલિકને રૂ.40 હજાર આપીને બાદમાં સમાધાન કરી લીધું હતું, આથી પોલીસમાં કેસ દાખલ થયો નહોતો.

ADVERTISEMENT

142ની સ્પીડે કાર હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો
તો બીજી તરફ ગઈકાલે જગુઆર કારના FSL રિપોર્ટમાં તથ્ય પટેલ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સમયે 142 કિમીની ઝડપે કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. રિમાન્ડ પૂરા થતા ગઈકાલે તથ્યને કોર્ટમાં સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને વધુ રિમાન્ડની માંગ ન કરાતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT