અમદાવાદ: 9 નિર્દોષના જીવ લેનાર Tathya Patel હવે ક્યારેય વાહન નહીં ચલાવી શકે, લાઈસન્સ આજીવન માટે રદ
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા તથ્ય પટેલ સામે અમદાવાદ RTO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તથ્ય…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા તથ્ય પટેલ સામે અમદાવાદ RTO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તથ્ય પટલેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કાયમ માટે RTOએ રદ કરી નાખ્યું છે. લાઈસન્સ રદ કરવાના ઓર્ડરમાં તથ્ય પટેલ રીઢો ગુનેગાર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ RTOમાં કાયમી લાઈસન્સ રદ કરવાનો આ સંભવિત પ્રથમ કિસ્સો હોવાનું કહેવાય છે.
તથ્ય પટેલ રીઢો ગુનેગાર
ટ્રાફિક પોલીસે તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરવા માટે RTOને પત્ર લખ્યો હતો. તથ્ય જીજે01 20220006171 નંબરનું નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ ધરાવતો હતો અને તેની સમય મર્યાદા 11-2-22થી 19-12-2043 સુધી હતી. પોલીસ ફરિયાદ મુજબ તથ્યએ ઇ.પી.કો.કલમ 279, 338, 304, 504, 506(2),114, એમ.વી.એક્ટ કલમ- 177, 184 અને 134(બી) હેઠળ ઘણીવાર ટ્રાફિકના ગુનાઓ આચર્યા હતા. આથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતા RTO દ્વારા તેનું લાઈસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યું છે.
તથ્યને જેલમાં બે ટાઈમ ઘરનું ભોજન મળશે
તથ્યના રિમાન્ડ પુરા થયા પણ પોલીસે વધુ રિમાન્ડની માગણી કરી નહોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. દરમિયાન ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્યએ કેટલીક માગ કરી હતી. જેમાં ટિફિનથી લઈને ભણતર સહિતની માગણીઓ હતી. આ માગણીઓ પર કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી છે. હવે તથ્યને ઘરનું ભોજન મળશે. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, 20 જુલાઈના રોજ ઈસ્કોન બ્રિજ પર 140થી વધુની સ્પીડે કાર હંકારી રહેલા તથ્ય પટેલે ટોળાને અડફેટે લીધું હતું, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા, તો 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. તો તથ્યના કેસમાં સ્થળ પર જઈને દાદાગીરી કરનારા પ્રજ્ઞેશ પટેલને પણ જેલ હવાલે કરી દેવાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT