તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટમાં જામીન અરજીની સુનાવણી પર શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ (Tathya Patel) અને અકસ્માત બાદ રોફ મારનારા પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને જામીન માટે અરજી કરી રહ્યા છે. પ્રજ્ઞેશ પટેલે જિલ્લા કોર્ટમાં મેડિકલના ધોરણે જામીન અરજી કરી છે, તો તથ્ય પટેલે વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી કરી છે. જોકે બંનેના જામીન પર આજે પણ કોઈ ચુકાદો આવ્યો નહોતો અને 21 ઓગસ્ટે તેના પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કોર્ટમાં મૃતકોના પરિજનોએ જામીન સામે કરી વાંધા અરજી
હકીકતમાં તથ્ય પટેલની જામીન અરજી પર સરકારે એફિડેવિટ કરવાની બાકી છે, તો એક મૃતકના પરિજને તથ્યના જામીન સામે કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી છે. બીજી તરફ પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર પણ આજે ચુકાદો આવી શક્યો નહોતો. 3 મૃતકોના પરિજનોએ વાંધા અરજી રજૂ કરતા પ્રજ્ઞેશ પટેલના જામીન પર પણ 21મી ઓગસ્ટે જ ચુકાદો આવશે આ સાથે તથ્ય પટેલના જામીન પર પણ એ દિવસે સુનાવણી થશે.

કેન્સરનું કારણ ધરીને પ્રજ્ઞેશ પટેલે જામીન માગ્યા હતા
હાલમાં જ તેમણે પોતાને મોઢાનું કેન્સર હોવાનું કારણ ધરીને સારવાર માટે જામીનની માગણી કરી હતી. ગત સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, વર્ષ 2019 પછી તેમની કોઈ સારવાર ચાલતી નથી. પોલીસ તરફથી દલીલ કરાઈ હતી કે સિવિલની કેન્સર હોસ્પિટલમાં સારવાર થઈ શકે છે તેના માટે મુંબઈ જવાની જરૂર નથી. સરકારી વકીલ મુજબ, આ પહેલા તેમણે પોલીસને આવી કોઈ વાત કરી નથી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT