અમદાવાદ રિવરફ્રન્ટ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, રવિન્દ્ર લુહારની હત્યા બાદ પકડાઈ જવાના ડરે સ્મિત ગોહિલે કર્યો હતો આપઘાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad Crime News: અમદાવાદ રિવરફ્રન્ટ અને વિરમગામમાં બે મિત્રોની હત્યા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે સ્મિત ગોહિલે પહેલા યશ રાઠોડ સાથે મળીને મિત્ર રવિન્દ્ર લુહારની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી. ગુનામાં પકડાઈ જવાના ડરથી સ્મિત ગોહિલે યથ પાસેથી હથિયાર લાવીને મોતને વ્હાલુ કરી લીધું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે યથ રાઠોડને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે. યશ રાઠોડની પૂછપરછમાં બીજા પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

પકડાઈ જવાનો સતાવી રહ્યો હતો ડર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, સ્મિત ગોહિલ અને યશ રાઠોડે પૈસાની લેવડદેવડમાં રવિન્દ્ર લુહારની હત્યા કર્યા બાદ લાશને સળગાવી દીધી હતી.જે બાદ ગુનામાં પકડાઈ જવાનો ડર સ્મિત ગોહિલને સતાવી રહ્યો હતો, જેના કારણે સ્મિત ગોહિલે યથ પાસેથી હથિયાર મંગાવ્યું હતું. જે બાદ તેણે સાબરમતી રિવરફ્રન્ટ પાસે જઈને પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

રિવરફ્રન્ટ પાસેથી મળ્યો હતો મૃતદેહ

અમદાવાદના રિવરફ્રન્ટ પરથી ગતરોજ સ્મિત રાજેશભાઈ ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સ્મિત ગોહિલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ આ કેસમાં વિરમગામ કનેક્શન પણ સામે આવ્યું હતું. મહત્વનું છે કે, 30 ઓક્ટોબરે વિરમગામમાંથી સળગાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સ્મિતના મિત્ર રવિન્દ્ર લુહારનો હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

પૈસાની લેતીદેતી મામલે થઈ હતી હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં રવિન્દ્ર લુહારની પૈસાની લેતીદેતી મામલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. તો રવિન્દ્રની હત્યા સ્થળે સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની હાજરી હોવાના પ્રમાણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે, પોલીસ સ્મિત ગોહિલ સુધી પહોંચે તે પહેલાં જ અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ બંને કેસને સોલ્વ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT