નિવૃત્ત IPSના દીકરાએ 5 લાખ લઈને હાઈકોર્ટનો બોગસ સ્ટે ઓર્ડર બનાવી નાખ્યો
અમદાવાદ: સોલા હાઈકોર્ટ પોલીસે નિવૃત્ત IPS અધિકારી બી.એસ જેબલિયાના પુત્ર નિરવ જેબલિયા વિરુદ્ધ કુબેરનગરમાં રહેતા દિનેશ રાણાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 6 મહિના પહેલા…
ADVERTISEMENT
અમદાવાદ: સોલા હાઈકોર્ટ પોલીસે નિવૃત્ત IPS અધિકારી બી.એસ જેબલિયાના પુત્ર નિરવ જેબલિયા વિરુદ્ધ કુબેરનગરમાં રહેતા દિનેશ રાણાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 6 મહિના પહેલા તેઓ મિત્ર મારફતે નિરવને મળ્યા હતા. ડીસામાં રહેતા એક વ્યક્તિની NDPS કેસમાં જામીન મળ્યા બાદ પોલીસ અવારનવાર અટકાયતી પગલા લેતી હતી. આથી દિનેશભાઈએ નિરવને સ્ટે લેવા વિશે વાત કરી હતી. આથી નિરવે સ્ટે ઓર્ડર અપાવવાની ખાતરી આપી હતી.
આ બાદ દિનેશભાઈને ગુજરાત હાઈકોર્ટ સામે આવેલી સત્યમેવ કોમ્પલેક્ષ ખાતે વૈભાવ વ્યાસ નામના એડવોકેટની ઓફિસે બોલાવાયા હતા. જ્યાં વકીલને કેસ આપી દેવાનું કહીને પાંચ લાખની ફીમાંથી એડવાન્સમાં 3 લાખ લીધા હતા. બાદમાં 23 એપ્રિલે હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર મોકલાયો હતો. જોકે સ્ટે ઓર્ડરમાં 2013 લખ્યું હતું, એવામાં ટાઈપિંગ એરર હોવાનું કહીને બીજો એક ઓર્ડર મોકલ્યો હતો. દરમિયાન મેહુલ નામના યુવકની અટકાયત કરવા પોલીસ આવતા નિરવે તેમની સાથે વાત કરી હતી, જે બાદ પોલીસ પણ વિશ્વાસ કરીને જતી રહી હતી. આ બાદ નિરવે બાકીના 2 લાખ લીધા હતા.
જોકે સ્ટે ઓર્ડર ઓનલાઈન ન આવતા શંકા ગઈ અને એડવોકેટ વૈભવ વ્યાસની ઓફિસે જઈને તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં નિરવ જેબલિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આ સાથે નિવૃત્ત IPS અધિકારીના દીકરાએ લીધેલા પૈસા પણ પાછા ન આવતા વધુ એક છેતરપિંડીની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT