Gujarat Rain: ગુજરાતમાં આજથી 5 દિવસ અમદાવાદ, વડોદરા સહિત 25 જિલ્લામાં વરસાદની આગાહી, વઘઈમાં 5.5 ઈંચ વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર આગમાન બાદ ઓગસ્ટ મહિનામાં મોટાભાગના જિલ્લાઓમાં નહીવત વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે ચોમાસું જતા જતા ફરી એકવાર જામી રહ્યું છે. બુધવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. હવે મેઘરાજા આગળ વધી રહ્યા છે અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓનો ભીંજવવા માટે તૈયાર છે.

કયા કયા જિલ્લાઓમા વરસાદની આગાહી?

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. જેમાં ખાસ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને નવસારીમાં વરસાદની શક્યતા છે. આ સાથે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસામા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સાથે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં પણ મેઘમહેર થઈ શકે છે.

ખાસ છે કે ઓગસ્ટ મહિનામાં આ વર્ષે સામાન્યથી પણ ખૂબ ઓછો વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોમાં વાવણી બાદથી ચિંતા સતાવી રહી હતી. પરંતુ વરસાદના કારણે ફરી એકવાર સારા પાકની આશા જાગી છે.

ADVERTISEMENT

છેલ્લા 24 કલાકમાં ડાંગ-નવસારીમાં વરસાદ

તો ડાંગ અને નવસારીમાં જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે. સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં બંને જિલ્લાઓમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો ડાંગના આહવામાં 3 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, સુબીરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો. જ્યારે નવસારીના જલાલપોરમાં 1 ઈંચ અને ખેરગામમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

(ઈનપુટ: રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT