VIDEO: અમદાવાદમાં અડધી કલાકમાં પાણી-પાણી! ભારે પવન સાથે સવા ઈંચ વરસાદમાં જ લોકો હેરાન થયા
Ahmedabad Rain Update: અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચાંદખેડા, ન્યુ રાણીપ, પંચવટી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂ
ADVERTISEMENT
Ahmedabad Rain Update: અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં કાળા દિબાંગ વાદળો ઘેરાય ગયા છે. ચાંદખેડા, ન્યુ રાણીપ, પંચવટી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નરોડા સરદાર નગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ પાસે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
ભારે ઉકળાટ બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આશ્રમ રોડ, એલિસબ્રિજ, શાહીબાગ અને એરપોર્ટ રોડ પર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. હજુ તો વરસાદની શરૂઆયાત છે ત્યાં જ પાણી ભરવાની પણ રામાયણ જોવા મળી રહી છે. અલગ-અલગ વિસ્તારમાં રોડ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી આવી રહ્યા છે.
ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ
સુરત જિલ્લાના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. ઉમપાડામાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 247 મિમિ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ભરુચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
: અંબાલાલ પટેલની ભારે આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, થાન, લીંબડી, ચોટીલા, વિંછીયા, જસદણના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 48 કલાકમાં અમદાવાદ, સરખેજ, લાભા, નારોલ, સાણંદ, બાવળાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 48 કલાકમાં સુઈગામ,વાવ, દીયોદર અને થરાદના ભાગમાં વરસાદી ઝાપટાં પડશે. 17-19 તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT