તથ્ય વિરુદ્ધ હવે ચાલશે ટ્રાયલઃ પિતા પ્રજ્ઞેશે પુત્રને કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં 9 વ્યક્તિના જીવ ગયા છે. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આજે પહેલી વખત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ સાબરમતી જેલમાં ગયા હતા તે પછી પહેલી વખત સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. ત્યાં કોર્ટમાં તથ્યના મોંઢા પર ચિંતા દેખાતી હતી અને આ કાંડને લીધે માફી માગતો હોય તેવી હરકતો દેખાતી હતી.

ઘટનાની ટુંકી વિગતો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં 9 વ્યક્તિના જીવ ગયા છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી હતી. જોકે કારની સ્પીડ કેટલી હતી તેને સ્ફોટક ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો છે. જ્યાં તથ્ય કારની સ્પીડ 120 હોવાનું કહેતો હતો. જ્યાં લોકો 160 હોવાનું કહેતા હતા ત્યાં આ બંને આંકડા થોડા ખોટા પડ્યા છે. રિપોર્ટમાં કાંઈક અલગ જ સામે આવ્યું છે જે તથ્ય અને તેના વકીલ માટે પણ લોહી થીજાવી નાખનારું છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. દરમિયાનમાં બંનેની ધરપકડ કરીને પોલીસે તથ્યના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. તથ્યના રિમાન્ડ પુરા થયા પણ પોલીસે ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.

બોલો, જખૌમાં રણી-ધણી વગરનું 5.47 કરોડનું ચરસ-હેરોઈન મળ્યું

કોર્ટમાં ઘડીવાર નખ ચાવતો, તો ઘણીવાર હાથ જોડતો

અમદાવાદમાં થયેલા ભયાનક અકસ્માતને પગલે આરોપી તથ્ય પટેલને મેજિસ્ટ્રેટ કોર્ટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી કેસને સેશન્સ કોર્ટમાં મોકલ્યો હતો. આગામી 24 ઓગસ્ટથી દરરોજ આ કેસ પર કાર્યવાહી થવાની છે. તથ્ય પટેલ પર જેગુઆર કાર 140 kmની સ્પીડમાં હંકારી 9 લોકોના જીવ લીધાનો આરોપ છે. તેના પિતા સામે લોકોને ધમકાવવાનો અને તથ્યને ગુનાના સ્થળથી દૂર રાખવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. હવે આ મામલામાં તેમને મિરઝાપુર ખાતેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં તેના મોંઢા પરની ચિંતા સ્પષ્ટ વાંચી શકાતી હતી. હવે શું થશે તેને લઈને તે ચિંતામાં જોવા મળ્ય હતો. આ તરફ તે ઘણીવાર કોર્ટમાં નખ ચાવતો તો ઘણીવાર હાથ જોડતો દેખાયો હતો.

ADVERTISEMENT

પિતા-પુત્રએ શું કરી વાત?

કોર્ટમાં તથ્યના પિતા અને તથ્ય વચ્ચે આરોપીની જગ્યા પર વાતચિત થઈ હતી. તે જેલમાં તથ્યને કેમ છે તેવું પુછતો હતો. ભોજનથી લઈને ન્હાવા બાબત પર વાત થઈ હતી. પ્રજ્ઞેશે આ ઉપરાંત પોતાના સંબંધી અને વકીલ સાથે વાત કરી હતી. દરમિયાન મોંઢાના કેન્સરની સરવારના કારણ હેઠળ પ્રજ્ઞેશે જામીન માગ્યા છે. હવે પ્રજ્ઞેશે પોતાને મોંઢાનું કેન્સર છે કે કેમ તેની ખરાઈ કરતો મેડિકલ પુરાવો રજૂ કરવાનો થાય પણ જે તે સમયે તે તબીબી દસ્તાવેજ બતાવી શક્યો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT