પ્રદીપસિંહ વાઘેલા ફરી સક્રિય! મહામંત્રી પદેથી રાજીનામા બાદ પહેલીવાર BJPના કાર્યક્રમમાં સ્ટેજ પર દેખાયા
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હાલ મોટી હલચલ મચી છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પાર્ટી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હાલ મોટી હલચલ મચી છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પાર્ટી દ્વારા અંગત કોરણોસર તેમણે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાયું છે. આ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલા પહેલીવાર ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. અડાલજ ખાતે ભાજપના કાર્યક્રમમાં તેમણે સ્ટેજ પર હાજરી આપી હતી અને પક્ષના કાર્યકરોને પણ સંબોધિત કર્યા હતા.
અડાલજમાં ભાજપના કાર્યક્રમમાં પ્રદીપસિંહની હાજરી
અડાલજ ખાતે જિલ્લા પંચાયત સદસ્યોના અભ્યાસ વર્ગમાં પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આ અભ્યાસ વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીના સદસ્યો જોડાયા હતા. દરમિયાન પ્રદીપસિંહ વાઘેલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોને સંબોધિત પણ કર્યા હતા.
આજે ત્રિમંદિર, અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થયો. pic.twitter.com/4J34S57OH4
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) August 6, 2023
ADVERTISEMENT
નોંધનીય છે કે, ભાજપમાંથી અચાનક તેમના મહામંત્રી પદેથી રાજીનામા બાદ અનેક અટકળો ચાલી રહી છે. પ્રદીપસિંહના મામલામાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જમીન કાંડના મામલે ઘણા વખતથી તપાસ ચાલી રહી હતી. પરંતુ પોલીસ પાસે જે પુરાવા આવ્યા તે પુરાવા ખૂબ જ સ્ફોટક અને પાર્ટીની છબીને નુકસાન કરે તેવા હતા. માટે પ્રદીપસિંહનું રાજીનામું તરત જ લેવાયું અને કહેવામાં આવ્યું કે હવેથી તમારે કમલમ આવવાની જરૂર નથી.
ભાજપના નેતા રજની પટેલે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પર કહ્યું હતું કે, ‘તેમણે પોતાના અંગત કારણોસર પાર્ટીમાંથી સ્વેચ્છિક રાજીનામું આપ્યુ છે. તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ છે. એમણે કહ્યું કે હમણા મને પાર્ટીમાં કામ કરવાની અનુકૂળતા નથી એટલે હું થોડો સમય પાર્ટીમાંથી સ્વૈચ્છીક રાજીનામું માંગું છું.’
ADVERTISEMENT
પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું?
આ પહેલા ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT