એરપોર્ટ પર લગેજ વધારે હોવાનું કહી એરલાઈન્સ કંપની લૂંટી નહીં શકે, પોસ્ટ વિભાગે શરૂ કરી સસ્તી સેવા
Ahmedabad News: ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસે ઘણીવાર વધારે સામાન હોવાથી ઘણીવાર હેરાનગતિ પડતી હોય છે. ફ્લાઈટમાં પેસેન્જર દીઠ 15 કિલોના સામાનથી વધુ સામાન લઈ…
ADVERTISEMENT
Ahmedabad News: ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસે ઘણીવાર વધારે સામાન હોવાથી ઘણીવાર હેરાનગતિ પડતી હોય છે. ફ્લાઈટમાં પેસેન્જર દીઠ 15 કિલોના સામાનથી વધુ સામાન લઈ જવા પર તેમણે કિલોદીઠ 450 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. ત્યારે પેસેન્જરોને આ વધારાના ચાર્જમાંથી હવે મુક્તિ મળશે. વર્લ્ડ પોસ્ટ ડે નિમિત્તે ભારતીય પોસ્ટ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દિવાળી સુધીમાં પોસ્ટ પાર્સલ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવશે.
પોસ્ટ વિભાગ પહોંચાડશે ઘરે સામાન
આ નવી સુવિધા મુજબ, લગેજમાં વધુ વજન હોવા પર મુસાફરોને ચૂકવવા પડતા વધારે ચાર્જમાં પોસ્ટ વિભાગ મોટી રાહત આપી રહ્યું છે. પોસ્ટ દ્વારા પેસેન્જર પાસે રહેલા વધારે વજનને કિલો દીઠે રૂ.52માં પાર્સલ કરવામાં આવશે. સાથે જ આ સામાનને સ્પીડ પોસ્ટથી પાર્સલ કરવાની પણ સુવિધા મળશે. આ માટે કિલોદીઠ 90થી 140 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.
ખાસ વાત એ છે કે, આ સામાન પોસ્ટ વિભાગ મુસાફરના ઘર સુધી કરી આપશે. એટલે કે એરલાઈન્સથી પણ ઓછા ચાર્જમાં પોસ્ટ વિભાગ પેસેન્જરને વધારે પડતા સામાનની હોમ ડિલિવરી નજીવા ચાર્જમાં કરી આપશે. આ સુવિધાથી ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોને મોટી રાહત મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT