પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે અરજદારને નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Passport Verification News: પાસપોર્ટ વેરિફિકેશનને લઈને પાસપોર્ટ અરજદારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે હવે પોલીસ સ્ટેશને બોલાવવા જરૂરી નથી, તથા પોલીસ પણ અરજદારના ઘરે નહીં થાય. અગાઉ ઘણીવાર પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ પોલીસ સ્ટેશન બોલાવતી હતી તથા તેમના સરનામાની પણ ખરાઈ કરતી હતી.

પરિપત્રમાં પોલીસકર્મીને શું નિર્દેશ કરાયો?

પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓને કહેવાયું છે કે, પાસપોર્ટ એરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂરિયાત રહેતી નથી. પાસપોર્ટ અરજદારોના વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા તેમજ અરજદારના ગુનાહિત પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે અરજદારના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી કે પાસપોર્ટ અરજદારને રૂબરૂ મળવા કે તેની સહી લેવાની પણ જરૂર નથી.

ખાસ કિસ્સામાં બોલાવી શકશે પોલીસ

પરિપત્રમાં કહેવાયું છે કે, ખાસ કિસ્સામાં પોલીસને એવી જરૂરિયાત જણાય તો પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઈ કરવાની આવશ્યકતાના કિસ્સામાં જ અરજદારના રહણાંક સ્થળની મુલાકાત લઈ શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT