USમાં ગેરકાયદે ઘુસણખોરી: ફ્રાન્સથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અને ફેક વિઝા કન્સલ્ટન્સી વચ્ચે કનેક્શન હતું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: થોડા સમય પહેલા ગુજરાતમાં સીઆઈડી ક્રાઈમ વિભાગે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત રાજ્યમાં 17 જેટલી વિઝા કન્સલ્ટન્ટી ફર્મ પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં નકલી રબર સ્ટેમ્પ, માર્કશીટ તથા ડોક્યુમેન્ટ મેન્ટ મળ્યા હતા. આ મામલે પોલીસે 6 કન્સલ્ટન્સી સામે ફરિયાદ નોંધી છે. ઉપરાંત વધુ 3 એજન્સીના નકલી દસ્તાવેજ મામલે તપાસ કરી રહી છે. હાલમાં સામે આવેલા ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના નેટવર્ક મામલે એજન્સીઓનું કનેક્શન મામલે રેડ કરવામાં આવી હતી.

વિઝા કન્સલ્ટન્સી અને ડિપોર્ટ ગુજરાતીઓ વચ્ચે કનેક્શનની પોલીસે કરી તપાસ

22 ડિસેમ્બરે ફ્રાંસમાં લિજેન્ડ એરલાઈન્સનું વિમાન અટકાવવાની ઘટના સામે આવ્યા બાદ તપાસ અને સર્ચની ઘટના સામે આવી હતી. ફ્લાઈટમાં ઘણા મુસાફરો ગુજરાતના હતા. ત્યારે CID ક્રાઈમ એસ.પી સંજય ખરાટે સ્પષ્ટતા કરી છે કે, પોલીસને અત્યાર સુધીમાં ગેરકાયદેસર અમેરિકા જતી ફ્લાઈટમાં રહેલા મુસાફરો અને 17 વિઝા કન્સલ્ટન્સી વચ્ચે કોઈ લિંક મળી નથી.

17 વિઝા કન્સલ્ટન્સી પર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા

નોંધનીય છે કે, ગુજરાતમાં 17 જેટલી વિઝા કન્સલ્ટન્સી પર સીઆઈડી ક્રાઈમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં છત્તીસગઢની યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.

ADVERTISEMENT

ગત વર્ષે ડીંગુચાના પરિવારનું કેનેડા બોર્ડરે મોત થયા બાદ સપ્ટેમ્બરમાં આ કેસની સેશન્સ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. આ કેસમાં 3 એજન્ટોના સામેલ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેઓ કથિત રીતે વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા અને કેનેડા તથા મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકામાં ઘુસણખોરી કરાવતા હતા.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT