મોદી સ્ટેડિયમની થ્રી લેયર સુરક્ષા તોડીને મેદાનમાં ઘુસી જનાર પેલેસ્ટાઈન સપોર્ટર ઓસ્ટ્રેલિયન નાગરિક નીકળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS World Cup Final: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની ઈનિંગ્સ દરમિયાન પેલેસ્ટાઈનના સમર્થનમાં એક યુવક મેદાન પર દોડી આવ્યો હતો અને વિરાટ કોહલીને પકડી લીધો હતો. પેલેસ્ટાઈનના સમર્થનમાં ટી-શર્ટ અને ઝંડો લઈને આવેલા આ યુવકે મેદાન પર સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા હજારો પોલીસકર્મીઓને ચકમો આપ્યો હતો. મેદાનમાં દોડી આવેલો આ યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું છે.

સ્ટેડિયમમાં ઘુસી જનાર યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક

મોદી સ્ટેડિયમમાં થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા છે, છતાં યુવક રેલિંગ ઓળંગીને મેદાન પર પહોંચી ગયો હતો. તેણે પહેરેલા ટી-શર્ટમાં ફ્રી પેલેસ્ટાઈન લખેલું હતું અને તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. દેખાવે વિદેશી લાગતા આ યુવક પાસેથી ઓસ્ટ્રેલિયન નાગરિકતાનું પાસપોર્ટ મળી આવ્યું છે અને તેનું નામ વેન જોનસન હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, યુવકના પિતા ચાઈનીઝ છે અને માતા ફિલિપાઈન્સના હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધીને તેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે.

ADVERTISEMENT

પેલેસ્ટાઈને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો

યુવકનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે પોતાને ઓસ્ટ્રેલિયન નાગરિક જાહેર કર્યો છે. તેના પાસપોર્ટમાંથી પણ આ વાત સામે આવી છે. તેની ઉંમર માત્ર 24 વર્ષની છે. સુરક્ષા નિયમો તોડનાર યુવકે કહ્યું, ‘મારું નામ જોનસન છે. હું ઓસ્ટ્રેલિયન નાગરિક છું. હું વિરાટ કોહલીને મળવા સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. હું પેલેસ્ટાઈનનું સમર્થન કરું છું.

ભારતીય ટીમની જર્સી પહેરીને સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હતો

સૂત્રોએ જણાવ્યું કે આરોપી વેન જોન્સન ફાઈનલ મેચ જોવા માટે ભારતીય ટીમની જર્સી પહેરીને સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. એટલે કે તે કહેવા માંગતો હતો કે તે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યો છે. જોકે, બાદમાં તેણે સ્ટેન્ડમાં જ આ જર્સી બદલી અને પેલેસ્ટાઈનને સપોર્ટ કરતી ટી-શર્ટ પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન તેણે કોહલીને પણ પકડી લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT