Ahmedabad ના શેલા વિસ્તારની સ્કૂલમાં વાલીઓનો હોબાળો, માસૂમના જીવ જોખમમાં મૂક્યાનો આરોપ

ADVERTISEMENT

Ahmedabad
Ahmedabad
social share
google news

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજે સવારે વાલીઓ હોબાળો કર્યો હતો, જેને લીધે તે ચર્ચાનો વિષય બની છે. વાલીઓએ શાળા સામે આક્ષેપ કર્યો છે કે, 
ગઈકાલે શાળાના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થયાની ઘટના બાની હતી, જેને લઈ આજે  વાલીઓ સ્કૂલની બહાર એકઠા થઈ સંચાલન સામે જોરદાર હોબાળો કર્યો હતો.

વાલીઓનો શાળામાં હોબાળો

ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી વાલીઓને આપવામાં આવી ન હતી. એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો પણ વાલીઓનો આરોપ છે. વાલીઓના જણાવ્યા અનુસાર, શાળા સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે, અમારા સામે   મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.  

મેનેજમેન્ટનો ચોંકાવનારો ખુલાસો

જોકે આ તમામ આરોપો સામે શાળા મેનેજમેન્ટનું કહેવું છે કે, આ એક મોકડ્રીલ હતી. સામે વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે અને વાલીઓનું એમ પણ કહેવું છે કે  મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આ રીતે બીજા માળે ન થવી જોઈએ અને  વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવુ જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓ આરોપો કરી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટુ બોલવામાં આવી રહ્યું છે. શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળા સાથે એવો પણ આક્ષેપ કર્યો છે કે,  ફાયરના સાધનો પણ એક્સપાયર થઈ ગયા છે. શાળામાં અંદર જઈ જાતે જ ફાયરના સાધનોની તપાસ કરી છે, આ સિવાય સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો પણ આરોપ છે.

ADVERTISEMENT

(ઈનપુટ: અતુલ તિવારી, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT