અમદાવાદઃ ગુજરાત ATS અને પંજાબ પોલીસનું મેગા ઓપરેશન, ચાંગોદરમાંથી ઝડપી પાડ્યો નશીલી ગોળીઓનો જથ્થો
Ahmedabad News: દેશમાં કેન્દ્રીય એજન્સીઓએ ડ્રગ્સની હેરાફેરી કરનારા સામે આકરું વલણ અપનાવ્યું છે અને વિવિધ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ત્યારે આજે ફરી…
ADVERTISEMENT
Ahmedabad News: દેશમાં કેન્દ્રીય એજન્સીઓએ ડ્રગ્સની હેરાફેરી કરનારા સામે આકરું વલણ અપનાવ્યું છે અને વિવિધ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ત્યારે આજે ફરી અમદાવાદમાં ગુજરાત ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત ATSની સાથે પંજાબ પોલીસની ટીમ પણ જોડાઈ છે. ગુજરાત ATS અને પંજાબ પોલીસે અમદાવાદના ચાંગોદરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. મહત્વનું છે, પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા તપાસ કરાઈ રહી છે.
દવાના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ
ડ્રગ્સ રેકેટને લઈને ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંગોદરની ફાર્મા ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. સાથે જ પંજાબ પોલીસે 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પાસેથી મળી આવી હતી ટ્રામાડોલની ગોળીઓ
અમૃતસર પોલીસે થોડા દિવસ અગાઉ એક આરોપી પ્રિન્સ કુમાર પાસેથી 14,500 ટ્રામાડોલની ગોળીઓ જપ્ત કરી હતી. જે બાદ આ મામલે તપાસ શરૂ કરી હતી અને એક મહિનાની લાંબી તપાસ બાદ ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું.
ADVERTISEMENT
પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
પ્રિન્સની પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે મેજર સિંહની સૂચનાથી નશાની ગોળીઓ સપ્લાય કરતો હતો, મેજરસિંહે તેની સાથે ગોઈંદવાલ સાહિબ જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. પોલીસે જેલની અંદરથી મેજર સિંહના કબજામાંથી મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ પછી જ્યારે પોલીસ આરોપી મેજર સિંહને પ્રોડક્શન વોરંટ પર લાવી હતી, ત્યારે તેણે આગળ બલજિંદર સિંહ, આકાશ સિંહ, સુરજીત સિંહ, ગુરપ્રીત સિંહ, મોહર સિંહના નામ જણાવ્યા હતા. જેથી પોલીસે કાર્યવાહી કરી તેઓની પણ ધરપકડ કરી હતી.
તપાસનો રેલો પહોંચ્યો ગુજરાત સુધી
આરોપી ગુરપ્રીતસિંહ અને મેજરસિંહે ખુલાસો કર્યો હતો કે તેમને આ માલ મથુરા જિલ્લાના કોસીકલાનના રહેવાસી સચિન કુમાર પાસેથી મળ્યો હતો. નોંધનીય છે કે સચિન કુમાર યુપીના હરપુર જિલ્લાનો રહેવાસી છે અને તે ઇલિકેમ ફાર્માનો માલિક છે. આ પછી પોલીસે સચિન કુમારની ધરપકડ કર્યા બાદ તે માણસા શહેરની જેલમાં બંધ આરોપી યોગેશ કુમાર ઉર્ફે રિંકુ સાથે મળીને એલિકેમ ફાર્માના નકલી બીલો તૈયાર કરીને પંજાબમાં નશાની ગોળીઓ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
માણસાની જેલમાંથી યોગેશ કુમારની ધરપકડ
પોલીસે માણસા જેલમાં બંધ આરોપી યોગેશ કુમાર પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો અને તેની પ્રોડક્શન વોરંટ પર ધરપકડ કરી હતી. યોગેશ કુમાર અને સચિનની પૂછપરછમાં અમદાવાદના ચાંગોદરમાં આવેલી ગ્લાસ ફાર્માસ્યુટિકલ્સનું નામ સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT