અમદાવાદ રિવરફ્રન્ટ પર ફોટો પડાવવા જતા યુવકનો નદીમાં પડ્યો, પત્નીની નજર સામે પતિનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વોકવે પાસે ફોટો પડાવતા સમયે યુવક નદીમાં પડી ગયો હતો. નદીમાં ડૂબી જતા આસપાસના લોકો અને યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીમાંથી બહાર કાઢતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પત્ની સાથે ફરવા ગયો હતો યુવક

વિગતો મુજબ, ઘોડાસરના રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષનો યશ કંસારા પોતાની પત્ની સાથે સોમવારે પાલડી નાસ્તો કરવા ગયો હતો. આ બાદ બંને રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા. બંને રિવરફ્રન્ટ પર ફરતા ફરતા પૂર્વ ભાગ તરફ વોકવે પાસે પહોંચ્યા હતા. અહીં યુવક રેલિંગ પાસે ગયો હતો અને પત્ની તેના ફોટો ક્લિક કરી રહી હતી. અચાનક તેનો પગ લપતી જતા તે નદીમાં પડ્યો હતો અને પત્નીએ બુમાબુમ શરૂ કરી દીધી હતી. આશી આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા.

નદીમાં ડૂબી જતા મોત થયું

નદીમાં દુપટ્ટો નાખીને યુવકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને બહાર કાઢી શકાયો નહીં. બીજી બાજુ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નદીમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. જોકે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે યશનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT