લીંબડી-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રન, પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, બાળક-મહિલાનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surendranagar News: સુરેન્દ્રનગરમાં અમદાવાદ-લીંબડી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. હાઈવે પર ઊભેલા પરિવારને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક બાળક અને મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 3થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.

પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર

વિગતો મુજબ, લીંબડી-અમદાવાદ હાઈવે પર જનસાળી નજીક પરિવાર ઊભો હતો ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલી કારે પરિવારને ટક્કર મારીને ઉડાવી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે પરિવારમાંથી એક બાળક અને મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ પરિવારને ટક્કર મારીને અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી અને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં પોલીસે અજાણ્યા કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટ: સાજિદ બેલિમ, સુરેન્દ્રનગર)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT