National Awards : અમદાવાદના દિવ્યાંગે નેશનલ એવોર્ડ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું, રાષ્ટ્રપતિ પણ થયા મંત્રમુગ્ધ
President Murmu Presents National Awards : તાજેતરમાં અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવકને અદ્ભુત પેઇન્ટિંગ બનાવવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ 25 વર્ષીય…
ADVERTISEMENT
President Murmu Presents National Awards : તાજેતરમાં અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવકને અદ્ભુત પેઇન્ટિંગ બનાવવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ 25 વર્ષીય દિવ્યાંગનું નામ જય છે જે 80 ટકા પેરેલાઈઝ્ડ હોવા છતા અદ્ભુત પેઈન્ટિંગ બનાવે છે. અત્યાર સુધીમાં તેને 350થી વધુ પેઈન્ટિંગ બનાવ્યા છે.
રાષ્ટ્રીય એવોર્ડ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ
દિવ્યાંગ યુવક જય ગાંગડિયાના પિતા મહેશભાઈએ જણાવ્યું કે વર્લ્ડ ડિસેબલ ડેના દિવસે તેમના દીકરાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. આ નેશનલ એવોર્ડ માટે કુલ 1371 જેટલા લોકોએ અરજી કરી હતી. જેમાંથી ફક્ત 30 લોકોને જ નેશનલ એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.આ 30 લોકોની 2 લોકોએ ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે.
અત્યાર સુધીમાં 350 થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યા
તેમના પિતાએ વધુમાં જણાવતા કહ્યું કે, જય તેમનો એડોપ્ટેડ ચાઈલ્ડ છે જે નાનપણમાં એકદમ સ્વસ્થ હતો પરંતુ એક વખત તેને ખેંચ આવતા તે સેરેબ્રલ પાલ્સીનો ભીગ બન્યો અને તેનું શરીર 80 ટકા ડિસેબલ થઈ ગયું. જયની માતાનું સ્વાઇન ફ્લુના લીધે અવસાન થયા બાદ જયની સંભાળ રાખવામાં મારે ખૂબ ધ્યાન રાખવું પડતું હતું. તેને પેઇન્ટિંગમાં રસ હોવાના કારણે તે પેઈન્ટિંગ્સ બનાવતો હતો.ધીમે ધીમે તે આ કલામાં તે નિપુણ બનતો ગયો. તેણે અત્યાર સુધીમાં 350 થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ઉપરાંત તેને કલા અને સંસ્કૃતિમાં વિભિન્ન સ્તરે અનેક એવોર્ડ જીત્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT