રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં વડાપ્રધાને મોકલ્યો પ્રસાદ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરતી ઉતારી
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આવતીકાલે (7 જુલાઈ) નીકળશે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી.
ADVERTISEMENT
Ahmedabad Jagannath Rath Yatra : અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આવતીકાલે (7 જુલાઈ) નીકળશે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી.
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આવતીકાલે એટલે કે અષાઢી દ્વિતીયાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળશે. હંમેશની જેમ આ વર્ષે પણ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરે પહોંચી ભગવાનની આરતી કરી હતી.
વડાપ્રધાન મોદીએ મોકલ્યો પ્રસાદ
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો હતો. વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલ દાડમ, બ્લેકબેરી, લીલા ચણા અને ચોકલેટનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરતી ઉતારી
તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 147મી ભગવાન જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિરે પહોંચ્યા હતા. તેઓ ભગવાન જગન્નાથની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની આરતી ઉતારી હતી.
રથયાત્રા તમામ ધર્મો માટે સંવાદિતાનો તહેવાર : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 147મી ભગવાન જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, પરંપરાગત રથયાત્રા એ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે તમામ ધર્મો માટે સંવાદિતાનો તહેવાર છે. આવતીકાલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે શહેરમાં દરેકને દર્શન આપવા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આશિર્વાદ માંગવામાં આવ્યા છે. ગુજરાતની જનતા સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધે તેવી પ્રાર્થના કરી છે. ખેડૂતો માટે સારા વરસાદની પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને તેમાં ગુજરાતના સહકાર માટે આશીર્વાદ પણ માંગ્યા છે.
ADVERTISEMENT
આવતીકાલે અમિત શાહ મંગળા આરતીમાં રહેશે હાજર
તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે અષાઢી દ્વિતિયાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. જેમાં સવારે 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી સફાઈ કરશે અને રથયાત્રાને પ્રસ્તાન કરાવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT