ઈસ્કોન બ્રિજ અકસ્માત: પ્રજ્ઞેશ પટેલ 104 દિવસ બાદ જેલની બહાર આવશે, કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Iscon Bride Accident Case: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદથી કાર ચાલક તથ્ય પટેલ જેલના સળિયા પાછળ છે, તો અકસ્માત બાદ સ્થળ પર જઈને દાદાગીરી કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલમાં મોકલાયા હતા. લાંબા સમયથી જેલથી બંધ પ્રજ્ઞેશ પટેલના જામીન આખરે મંજૂર કરવામાં આવ્યા છે.

હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરાયા

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પ્રજ્ઞેશ પટેલને ગુજરાત છોડીને બહાર ન જવાની શરત પર જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલ 20 જૂનથી જેલમાં બંધ હતો. આમ તે 104 દિવસ બાદ હવે પ્રજ્ઞેશ પટેલ જેલમાંથી બહાર આવશે. અગાઉ પ્રજ્ઞેશ પટેલ દ્વારા મોઢાના કેન્સરની સારવાનું કારણ ધરીને જામીનની અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

તથ્ય પટેલે અકસ્માત સર્જતા 9 લોકોના મોત થયા હતા

ખાસ છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર મિત્રો સાથે નીકળેલા તથ્ય પટેલે પૂરપાટ ઝડપે એસ.જી હાઈવે પર જગુઆર કાર હંકારી હતી અને 20થી વધુ લોકોને અડફેટે લીધા હતા. જેમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા હતા તો 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT