ભારતના બેટ્સમેનો તો ફ્લોપ ગયા હવે શું બોલરો રાખશે લાજ? ઓસ્ટ્રેલિયા સામે 241 રનનો લક્ષ્યાંક

ADVERTISEMENT

gujarattak
social share
google news
World Cup 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ વચ્ચે વચ્ચે સતત વિકેટો પડ્યા બાદ દબાણ વધી ગયું અને આખી ટીમ માત્ર 240 રન જ બનાવી શકી છે. ત્યારે હવે સવાલએ થાય છે કે ભારતીય ટીમના બોલરો ઓસ્ટ્રેલિયાની ટીમને પેવેલિયન ભેગી કરશે? વિશ્વભરના લોકોની આ મેચ પર નજર છે.

કેએલ રાહુલે 107 બોલમાં 66 રન બનાવ્યા

આજની મેચની વાત કરીએ તો ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઈનિંગ રમી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ધીમી ઈનિંગ રમી, પરંતુ ટીમને સંભાળી.

સૂર્યકુમાર યાદવે બનાવ્યા 18 રન

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 31 બોલ પર 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલ પર 18 રન જ બનાવી શક્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ માટે મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.

ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતી છે. ભારતીય ટીમે સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. કાંગારૂ ટીમ ODI વર્લ્ડ કપમાં 5 વખત ખિતાબ જીતી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT