INDvPAK મેચમાં માત્ર આ 4 વસ્તુઓ જ સ્ટેડિયમમાં લઈ જવાની મંજૂરી, 10 વાગ્યાથી મળશે એન્ટ્રી

ADVERTISEMENT

gujarattak
social share
google news

India Vs Pakistan World Cup: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ રમાવા જઈ રહી છે. મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ છે. મોદી સ્ટેડિયમમાં 1.30 લાખ દર્શકોની કેપેસિટી છે, એવામાં સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળી શકે છે. આટલી મોટી સંખ્યામાં આવનારા દર્શકો માટે ગુજરાત ક્રિકેટ એસોશિએશન તરફથી કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે.

સ્ટેડિયમમાં કઈ-કઈ વસ્તુઓને મંજૂરી?

જે મુજબ મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી જ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. બાદમાં બપોરે 12.30 વાગ્યે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મેચ જોવા માટે આવનારા દર્શકો પોતાની સાથે માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરૂરી દવા જ સ્ટેડિયમમાં લઈ જઈ શકશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે નિઃશુલ્ક પાણી અને મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય તેઓ કોઈ વસ્તુ પોતાની સાથે રાખી શકશે નહીં.

AMTS અને BRTS વધારાની બસો દોડવશે

સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ATMS તથા BRTSની બસો પણ દોડાવાશે. AMTSની 119 બસો તથા BRTSની 67 વધારાની બસો દોડાવાશે. આ બસો રાત્રે 1 વાગ્યા સુધી દોડશે અને જરૂર પડે તો વધારાની બસો પણ ફાળવવામાં આવશે. ઉપરાંત મેટ્રો પણ રાત્રે 1 વાગ્યા સુધી દોડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT